અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલ ગીરનાર સોસાયટીમાં રહેતા ક્રિષ્ના પૂરી રામ બાળકપૂરી ગત તારીખ-૧૦મી ઓગસ્ટના રોજ બેંકમાં ગયા હતા તે દરમિયાન હાજર અધિકારીએ તેઓના બેંક ખાતામાંથી ઓમકાર-૨ શોપિંગ સેન્ટર સ્થિત પંજાબ નેશનલ બેન્કના એટીએમ સેન્ટરમાંથી ૧૬ હજાર રૂપિયા ઉપાડી લીધા હોવાનું જણાવતા તેઓ ચોકી ઉઠ્યા હતા.
મળેલ બેંકનું એટીએમ નહિ લાગતું હોવાનું સમજી તેઓએ વિવિધ સ્થળોએ ચેક કરતા તે દરમિયાન કોઈક ઇસમેં તેઓનું એટીએમ બદલી લીધું હતું અને ગઠીયાઓએ ૧૬ હજાર ઉપાડી છેતરપીંડી કરતા તેઓએ ગઠિયાઓ વિરુદ્ધ શહેર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.