અંકલેશ્વરના ગડખોલ ગામે મમતાનગર સોસાયટીમાં મૂળ ઉત્તરપ્રદેશના સુરેન્દ્ર યાદવ રહે છે. ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા આ યુવાને એકાદ વર્ષ પહેલાં એક ટ્રેલર લીધું હતું. ગત 7 ઓગસ્ટએ તેઓ સોસાયટી બહાર રાજપીપળા રોડ ઉપર ટ્રેલર પાર્ક કરી ઘરે જતા રહ્યા હતા. મધરાતે ઉઠી ચેક કરતા ટ્રેલર ત્યાં હતું. ફરી રાતે 3 કલાકે જોતા તેમનું ટ્રેલર ગાયબ હતું. જે અંગે રૂપિયા 3 લાખના ટ્રેલરની ચોરીની અંકલેશ્વર સિટી પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી છે.