Published By : Parul Patel
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે કાર્યકર્તા ઘડતર શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટીશ્રી ડૉ. જયેન્દ્રસિંહજી જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, ભરૂચ જિલ્લા દ્વારા રાજપૂત સમાજના વિવિધ પ્રશ્નનોના ઉકેલો, સમાજના ભાવિ વિકાસ માટેના આયોજનો તેમજ સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે તથા સબળ નેતૃત્વ અને કર્મઠ કાર્યકર્તાઓના નિર્માણ, ઘડતર અને વ્યવસ્થાપન અને સંગઠનના વિસ્તરણ અને વિકાસ માટે ભરૂચ જિલ્લા કાર્યકર્તા ઘડતર શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત મ્હાનુભાવોએ સમાજ ના ઘડતર માટે મનનીય ઉદબોધ્ન કર્યા હતા. આ શિબિરમાં જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ આટોદરિયા , ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેંટ્રલ કોઓપરેટિવ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ રણા, સહિત સમાજ ના અગ્રણીઓ, યુવાઓ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.