Published by : Rana Kajal
- રાજ્ય સરકારે વેરા પેટે જંગી વસૂલાત કરી…. અંદાજીત કરતા 16ટકા વધુ વેરા વસૂલાત….
હાલ રાજ્યમાં આર્થિક મંદીનું વાતાવરણ હોવા છતાં ગુજરાત સરકારે વેરા પેટે રૂ 18,527 કરોડની વસૂલાત કરેલ છે.
આ અંગે વધુ વિગતે જોતા હાલમાંજ પુર્ણ થયેલ આર્થીક વર્ષ એટલેકે વર્ષ 2022-2 3 ના નાણાકીય વર્ષ દરમિયાન રાજ્ય સરકારે વેરાની આવકનો અંદાજ મૂક્યો હતો.આ વેરામાં સ્ટેટ જીએસટી , વેટ, સ્ટેમ્પ ડયુટી, વીજ વેરો, વાહન વેરો અને અન્ય વેરા નો સમાવેશ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે વેરાની આવક રૂ. 1,14,883 અંદાજી હતી. પરંતું ખરેખર રૂ 18527કરોડ ની વેરાની વસૂલાત થતા અંદાજીત વેરા કરતા 16 ટકા નો વધારો જણાયો છે.આ બાબત ખુબ સુચક છે કેટલાક એમ પણ જણાવી રહ્યા છે કે હવે ગુજરાતમા મંદીની કોઇ અસર જણાતી નથી. ઉલટાનું વેપાર ધંધામા વધારો થયો છે. આમતો રાજ્ય સરકાર ને લગભગ તમામ વેરામા સારી વસૂલાત મળી છે. તેમ છતાં જીએસટી અને વેટમાં અંદાજીત વસૂલાત કરતા વધુ વસૂલાત આવી છે.