ભૃગુઋષિ મંદિરે શનિ જયંતિ, પાટોત્સવ, શ્રાવણમાસ, પરશુરામ જયંતિ, શિવરાત્રીએ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે.હાલ ભૃગુઋષિનો આશ્રમ અને ધર્મશાળા તો રહી નથી પરંતુ શહેરનાં દાંડિયાબજારમાં આવેલા ભૃગુઋષિ મંદિરમાં વર્ષ 2004માં મહર્ષિ ભૃગુઋષિ વૈદિક ભૂમિપૂજન થયું હતું.

મંદિરનાં ગર્ભગૃહમાં ભૃગુ ભાર્ગવેશ્વર મહાદેવના શિવલીંગની સ્થાપના
ભૃગુઋષિ તેમના 18000 ભાર્ગવો સાથે હેડંબા વનમાં આવી નર્મદા કિનારે નંદન સંવત્સરમાં માઘ સુદી પાંચના દિવસે ભગવાન વિશ્વકર્માની સહાયથી ભૃગુકચ્છ (ભરૂચ) વસાવ્યું હતું.મંદિરનાં ગર્ભગૃહમાં ભૃગુ ભાર્ગવેશ્વર મહાદેવના શિવલીંગની સ્થાપના કરાઇ છે. જેની સામે આરસની તકતી પર ભગવાનના દશાવતાર કંડારાયા છે.
પ્રાચીન 4 વેદો લિંગના પ્રતીકરૂપે સ્થાપિત
ગર્ભગૃહની અંદરની બાજુએ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદના પ્રતિકરૂપે 4 લીંગ સ્થાપિત છે. દેવાધિદેવ મહાદેવનાં વરાહ સ્વરૂપે અતિ પ્રાચીન શીવલીંગો છે. અને કોસ્મિક સાયન્સ રીસર્ચ સેન્ટરની સ્થાપનાનું ભૂમિપૂજન થયુ હતું. જે બાદ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો. મંદિરનું ભાર્ગવ ટ્રસ્ટી મંડળ વિવિધ ધાર્મિક તહેવારો અને ઉત્સવની ઉજવણી કરે છે.

હાલ ભૃગુઋષિનો આશ્રમ અને ધર્મશાળા તો રહી નથી પરંતુ શહેરનાં દાંડિયાબજારમાં આવેલા છે.પૌરાણિક સમયમાં ભૃગુઋષિએ અહીં આશ્રમ સ્થાપી તપશ્ચર્યા કરી હતી. 17 શીવલીંગો ધરાવતા મંદિરમાં ભગૃઋષિની મૂર્તિ સાથે અન્ય શીવલીંગો, દશાવતાર, દત્તાત્રેય, વરાહ, નવનાથ, રીદ્ધી-સિદ્ધી, હનુમાનજી, શનિદેવ, પરશુરામ સહિતની પ્રતિમા આવેલી છે.