Published by : Rana Kajal
સામાન્ય રીતે એવી વાતો સાંભળવા મળે છે કે અમારા ગામ કે વિસ્તારની શાળામાં પૂરતા ઓરડા નથી સગવડ નથી તંત્ર કંઈ કરતું નથી… આવી બાબતો સામાન્ય છે ત્યારે રાજસ્થાનના જાલોર જિલ્લામાં જે-તે ગામ અને વિસ્તારના લોકો સ્વખર્ચે કરોડો રૂપિયાનો ખર્ચ કરી શાળા બનાવી સરકારને સોંપે છે. ગામના લોકો એવી લાગણી ધરાવે છે કે સારી અને અદ્યતન શાળાએ ગામનું આગવું ગૌરવ છે.
ભરૂચ જિલ્લામાં તેમજ રાજયના અન્ય વિસ્તારોમા રહેવાસીઓ દ્વારા અને વાલીઓ દ્વારા તંત્રને અરજી કરવામાં આવે છે કે શાળામા યોગ્ય સુવિધા નથી સાધન અને સગવડ નથી. તેથી વિદ્યેથીઓનો અભ્યાસ બગડી રહયો છે. તંત્ર દ્વારા તરતજ શાળામા સગવડો ઉપલબ્ધ કરાવવી જોઇએ. કેટલીક વાર આંદોલન પણ કરવામા આવે છે. પરંતુ રાજ્સ્થાનના જાલોર જિલ્લામા પરિસ્થિતી તદ્દન વિપરીત છે આ જિલ્લામાં દાતાઓ કરોડો રૂપિયાના ખર્ચે શાળા બનાવી સરકારને અર્પણ કરે છે. જિલ્લાનાં ગામે ગામ સારી અને અઘતન શાળા બાબતે સ્પર્ધાનુ વાતવરણ છવાઈ ગયું છે જોકે ભરૂચ જિલ્લામાં અને રાજ્યમા પણ દાતાઓ શાળા અંગે જંગી દાન આપે છે પરંતુ આવા કિસ્સા અપવાદ સમાન છે