કૉંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચુંટણીએ રાજસ્થાનની રાજકીય પરિસ્થિતી ડામાડોળ કરી દીધી છે. એમ મનાતું હતું કે મલ્લિકાર્જુંન ખડગે અને અજય માકનની ઉપસ્થિતિમાં બેઠક યોજાશે અને એક લીટીનો ઠરાવ કરી રાજસ્થાનના મુખ્ય મંત્રી કોણ તે અંગે નિર્ણય લેવામાં આવશે જે સોનિયા ગાંધીને મોકલી આપવામાં આવશે પરંતુ પરિસ્થિતી અચાનક બદલાઈ હોય તેમ 90 ધારાસભ્યોએ સ્પીકરને રાજીનામા આપી દીધા હતા. બીજી બાજુ સોનિયાનાં જણાવ્યા મુજબ ખડગે અને મારન ઍક ઍક ધારાસભ્ય સાથે મુલાકાત કરી રહ્યા છે આવી પોલિટિકલ ક્રાઇસિસમાં રાજ્સ્થાનના મુખ્ય મંત્રીએ કોગ્રેસ હાઈકમાંડને જણાવ્યુ છે કે હવે રાજકીય પરિસ્થિતી પર તેમનો કોઇ અંકુશ રહયો નથી ઍક બાબત સ્પષ્ટ થઈ ચૂકી છે કે અશોક ગેહલોત નથી ઈચ્છતા કે ગેહલોત મુખ્યમંત્રી બને તો બીજી બાજુ કોંગ્રેસના મોટી સંખ્યામાં ધારાસભ્યો પણ ગેહલોત સાથે છે ત્યારે હવે શું મુખ્યમંત્રી તરીકે નવો ચહેરો આવશે કે પછી ગેહલોતને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્સ્થાનના મુખ્યમંત્રી એમ બેવડી જવાબદારી સોંપવામાં આવશે આ બધી અટકળ વચ્ચે હજી કોગ્રેસના અધ્યક્ષની ચૂંટણીમાં હજી કોણ ઉમેદવારી કરે છે તે પણ મહત્વનું બની ગયું છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યુ કે હાલત મારા કાબુમાં નથી…
RELATED ARTICLES