રાજસ્થાનના ઍક સાંસદે સરકારી અમલદારને લાફો માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.આ ધટનાની ચર્ચા માત્ર રાજસ્થાનમાં નહિ પરંતુ સમગ્ર દેશમાં ચાલી રહી છે. રાજસ્થાનમાં ભાજપના સાંસદ સી પી જોશીએ ઍક સરકારી અમલદારને લાફો મારી દીધો હતો.સાંસદ સીપી જોશીએ જિલ્લા અફીણ ઑફિસમાં અમલદારને લાફો માર્યો હતો. તે કર્મચારી પર અફીણ લાયસન્સ વિતરણ માટે પાંચ-પાંચ હજાર રૂપિયા વસુલવાનો આરોપ લાગ્યો હતો. ખેડૂતોએ આ અંગેની ફરિયાદ સાંસદ સી.પી.જોશીને કરી હતી. આ પછી બુધવારે સાંસદનો થપ્પડ મારતો વીડિયો વાઇરલ થયો હતો. હાલ તો આ બનાવ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે
રાજસ્થાનના સાંસદે ઍક અમલદારને લાફો માર્યો હોવાની ઘટના બની હતી…
RELATED ARTICLES




