રાજસ્થાનમાં સતત રાજકારણમાં ગરમાવો આવી રહયો છે મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષપદ માટે પ્રયાસો કરતા રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે કોણ તે અંગેની ગતિવિધિ શરૂ થતાં કોંગ્રેસના હાઈ કમાંડના નિરીક્ષકોએ રાજસ્થાનના ધારાસભ્યોની સેન્સ લીઘી હતી. જેમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત તરફી ધારાસભ્યોએ શકિત પ્રદર્શન કરવા પ્રયાસ કર્યો હતો.જેથી રાજસ્થાનના રાજકારણમાં સતત ગૂંચવાડો વધી રહયો છે.
હાલમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના સમર્થક ધારાસભ્યોના કોંગ્રેસ હાઈ કમાંડ સામે વિદ્રોહના સમાન વર્તન બાદ હવે કોગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી બાદ તેમની સામે પગલાં ભરવામાં આવે તેવી શક્યતા છે.સોનિયા ગાંધીને પ્રિયંકા ગાંધી મળ્યા હતા. જે દરમિયાન પણ રાજસ્થાનની પર્વતમાન પરિસ્થિતીની ચર્ચા થઈ હોય તેમ માનવામાં આવી રહ્યુ છે.




