Published by : Anu Shukla
- સુરતમાં ટપોરીઓનો પોલીસની PCR વાન પર હુમલો, કાંચ-વાયરલેસ તોડ્યા
સુરત શહેરમાં સિંગણપોર પોલીસ સ્ટેશનની PCR વાન પર હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. હરિદર્શન ખાડામાં હોબાળાનો કોલ આવતા વાન સ્થળે પહોંચી હતી. જે બાદ 3 યુવકોને PCR વાનમાં બેસાડ્યા બાદ ઘર્ષણ થયો હતો. આ લોકોએ PCR વાનના કાંચ તોડી, વાયરલેસ સેટને નુકસાન પહોંચાડ્યું છે. આ મામલે પોલીસે ત્રણ યુવકોની ધરપકડ કરી છે.
ત્રણ ટપોરીઓ જાહેર રોડ પર હંગામો મચાવી રહ્યા હતા
શહેરના સિંગણપોર પોલીસ સ્ટેશનની પીસીઆર વાન પર ટપોરીઓ દ્વારા હુમલો કરાતા ચકચાર મચી જવા પામી છે. સિંગણપોર પોલીસ સ્ટેશનની પીસીઆર વાનને કંટ્રોલ રૂમથી રાત્રેના 2.15 કલાકે કોલ મળ્યો મળ્યો હતો. હરીદર્શન ખાડા ખાતે ત્રણ ટપોરીઓ જાહેર રોડ પર હંગામો કરતા હોવાની માહિતી મળી હતી. જે મામલે પીસીઆર વાનને કોલ મળતા પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી હતી.
પોલીસે ત્રણ ટપોરીઓને પીસીઆર વાનમાં બેસાડતાં તેઓ પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. આટલું જ નહીં, પીસીઆર વાનના કાચ પણ તોડી નાંખ્યા હતા, તેમજ વાયરલેસ સેટને નુકસાન પહોંચાડયું હતું. આ મામલે સિંગણપોર પોલીસે ત્રણ ટપોરીઓની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.