Published by : Vanshika Gor
- ઝઘડિયાના વાસણા ગામના 81 વર્ષના વૃદ્ધનું કોરોનાથી મોત
- રસીના બન્ને ડોઝ લેનાર વૃદ્ધ 15 માર્ચે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા
રાજ્યના પ્રથમ કોવિડ સ્મશાન ભરૂચમાં 236 દિવસ બાદ ફરી ચિતા સળગી છે. ઝઘડિયા તાલુકાના વાસણા ગામના 81 વર્ષીય વૃદ્ધનું કોરોનાના કારણે મોત થયું છે.
ભરૂચ જિલ્લામાં મહામારી કોવિડ 19 ની પાંચમી વેવ ફરી સક્રિય થઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સોમવારે ભરૂચ જિલ્લામાં કોવિડ 19 ના 3 કેસ પોઝિટિવ નોંધાયા હતા. રાજ્યનું પહેલું ભરૂચનું નર્મદા નદી કિનારે આવેલું સ્મશાન છેલ્લે 28 જુલાઈ 2022 થી શાંત હતું.

આજે મંગળવારે 236 દિવસ બાદ ભરૂચના કોવિડ સ્મશાનમાં એક વૃદ્ધનું કોરોનાથી મૃત્યુ થતા અગ્નિદાહ અપાયો હતો. ઝઘડિયા તાલુકાના વાસણા ગામના 81 વર્ષીય રમણભાઈ રામચંદ્ર જયસ્વાલને કોવિડ 19 ના લક્ષણો સાથે 15 માર્ચે ભરૂચની જીવન જ્યોત હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેઓનો કોવિડ 19 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ 20 માર્ચે બીજો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.આજે મંગોવારે 7 દિવસની સારવાર બાદ વૃદ્ધ એ અંતિમ શ્વાસ લીધા હતા. કોવિડ પ્રોટોકોલ મુજબ કોવિડ સ્મશાનમાં વૃદ્ધની અંતિમવિધિ કરવામાં આવી હતી.