Published By:-Bhavika Sasiya
- ધોરણ 10 અને 12 સાયન્સમાં સિલેબર્સ ઘટાડાયો, પણ NEET અને JEEમાં પુરા કોર્ષની પરીક્ષા લેવાશે.
ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેની વિગત જોતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 સાયન્સમાં કેટલાક સિલેબસ માં ઘટાડો કરાયો છે. એટલે વિદ્યાર્થીઓ પરનો શિક્ષણનો ભાર હળવો કરવામાં આવ્યો છે. પરંતુ NEET અને JEEની પરીક્ષાનો સિલેબર્સ ઘટાડવામાં આવ્યો નથી. તાજેતરમાં સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.આ ચર્ચાના આધારે ધોરણ 11-12 સાયન્સમાં બોર્ડની પરીક્ષામાં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સિલેબસ ઘટાડવામાં આવ્યો છે પરંતુ JEE અને NEETની એક્ઝામમાં કોઈ સિલેબસનો ઘટાડો કરાયો નથી. આથી વિદ્યાર્થીને બોર્ડમાં થયેલો ઘટાડો કોઈ ઉપયોગી થવાનો નથી તેવી ચર્ચા સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની મળેલી બેઠકમાં કરવામાં આવી હતી અને આ બાબતે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે તેવો નિર્ણય કરાયો હતો. તો નવી એજ્યુકેશન પોલીસી અમલમાં આવી રહી છે ત્યારે સ્વ નિર્ભર શાળાઓને સુસજ્જ બનવા ટકોર પણ કરવામાં આવી હતી. આ બેઠકમાં નવી એજ્યુકેશન પોલીસી અને સ્વનિર્ભર શાળાઓની ભૂમિકા વિષે જતીનભાઇ ભરાડે માર્ગદર્શન આપ્યું હતુ. ભરતભાઇ ગાજીપરાએ જણાવ્યું હતુ કે ગુજરાતમાં 16 હજારથી વધુ સ્વનિર્ભર શાળાઓ આવેલી છે, અને તેમાં 50 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે ત્યારે નવી શિક્ષણ નીતિના અમલીકરણ માટે સૌ કોઇને સુસજ્જ થવા તેમજ તે પ્રશ્નો છે તે માટે સરકાર સાથે સંકલન થશે. તેમ જણાવ્યું હતુ.
હાલમાં સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની આ બેઠકમાં સમગ્ર ગુજરાતને ચાર ઝોનમાં વહેંચીને વિવિધ હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી હતી. જેમાં રાજ્યના મુખ્ય સંયોજક તરીકે ભાવનગરના મનહરભાઈ રાઠોડની પુન: નિયુક્તિ કરવામાં આવી હતી.