આજરોજ ભુપેન્દ્ર પટેલે રાજ્યના 18મા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો છે. સ્વર્ણિમ સંકુલ ખાતે પહોંચી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ લીધો છે,. સોમવારે ગુજરાતના 18મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારબાદ કેબિનેટની બેઠક મળી હતી. જેમાં મંત્રીઓને તેમના ખાતાની ફાળવણી કરાઈ હતી. ત્યારે આજે મંગળવારે 13 ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વર્ણિ સંકુલ પહોચ્યા છે. થોડીવારમાં તેઓ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળશે. આ ઉપરાંત તેમના મંત્રીમંડળમાં સામેલ અન્ય મંત્રીઓ પણ પોતાનો ચાર્જ લઈ લેશે. આ પહેલા કુબેર ડિંડોરે ચાર્જ લીધો હતો.

નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે આ કેબિનેટ બેઠક માટે ઋષિકેશ પટેલને આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ, ભીખુસિંહ પરમારને અન્ન અને નાગરિક પૂરવઠો તેમજ રાઘવજી પટેલને કૃષિ, મત્સ્ય ઉદ્યોગ અને ગ્રામ્ય વિકાસ સહિતના ખાતા ફાળવવામાં આવ્યા છે. ત્યારે કનુભાઈ દેસાઈ અને ઋષિકેશ પટેલને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે.