Published By : Aarti Machhi
ગુજરાત રાજ્યમાં જૂનની શરૂઆતના 10 દિવસ બાદ ચોમાસાની શરૂઆત થઇ હતી. જે બાદ વરસાદ ઓછો થયો હતો. જો કે 22 જૂન બાદ વરસાદની શરૂઆત થઈ હતી અને ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જો કે વરસાદ માટે જુલાઈ મહિનો સારો રહ્યો હતો અને દક્ષિણ ગુજરાત સહિત ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. જોકે, હજી પણ કેટલાક વિસ્તારોમાં ધાર્યા કરતા ઓછો વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હવે ધીમે-ધીમે વરસાદનું પ્રમાણ ઘટી જશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ સાવ બંધ થઈ જાય તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં 16 ઑગસ્ટ એટલે કે આજથી જ વરસાદનું જોર ઘટશે. જોકે વરસાદ સંપૂર્ણ બંધ નહીં થઈ જાય હળવો વરસાદ વરસશે.
અત્યાર સુધીમાં ગુજરાતના 54 તાલુકાઓમાં સરેરાશ કરતા પણ 50 ટકા કરતા ઓછો વરસાદ નોંધાયો છે. જેમાં સુરેન્દ્રનગરના લખ્તર તાલુકામાં સૌથી ઓછો સરેરાશ 22 ટકા વરસાદ, અરવલ્લીના માલપુર તાલુકામાં 28 ટકા, રાજકોટના જસદણ તાલુકામાં 28 ટકા વરસાદ, સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં 26 ટકા વરસાદ નોંધાયો છે. તો રાજ્યના 43 તાલુકાઓમાં 40 ઈંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો હતો. તેમજ 77 તાલુકાઓમાં 20 થી 40 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.