Published By : Patel Shital
- હજી તાપમાનમાં થશે વધારો…
- ભરૂચ જિલ્લામાં 2-3 દિવસમાં તાપમાન 40 ડિગ્રી પહોંચે તેવી સંભાવના…
એપ્રિલ માસના શરૂઆતના દિવસોથી જ રાજ્યમાં આકરા ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે.
રાજ્યમાં માર્ચ માસ વિતેલા વર્ષો કરતા ઠંડો રહ્યો હતો. વારંવાર થતા માવઠાના પગલે માર્ચ માસમાં ગરમી ઓછી રહી હતી. પરંતુ એપ્રિલ માસની શરૂઆત થતાં જ આકાશમાંથી અગન ગોળા વરસતા હોય તેવી આકરી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. હજી આવનાર દિવસોમાં ગરમીનો પારો એકધારો વધતો રહેશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી રહી છે. ગતરોજ તા. 9 એપ્રિલના રોજ ભૂજમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. હવે ગુજરાતના અન્ય નગરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગરમીનો પારો વધશે તેવી આગાહી કરવામાં આવી રહી છે. જો કે આવા ગરમીના પ્રકોપ વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે કે વચ્ચે વચ્ચે માવઠું થાય તેવી પણ શક્યતા હોવાના કારણે ગરમીના પ્રકોપમાં વધ-ઘટ થાય તેમ જણાઈ રહ્યું છે.