Published By : Patel shital
- ગાજવીજ સાથે વરસી શકે છે કમોસમી વરસાદ…
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસોમાં માવઠુ થાય તેવી સંભાવના છે.
આગામી 3 દિવસ દરમિયાન હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. કમોસમી વરસાદના કારણે રાજ્યમાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. કમોસમી વરસાદથી ઘઉંના ભાવ ઉંચકાયા છે. સમગ્ર રાજયમાં ઉનાળાના દિવસોમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહયો હતો. માવઠું થવાના કારણે સૌરાષ્ટ્ર સહિત અનેક જગ્યાએ ખેત પેદાશોને મોટા પાયે નુકસાન થયુ છે. જેની સૌથી વધુ અસર ઘઉંના ભાવ ઉપર જોવા મળી રહી છે. ઘઉંની જુદી-જુદી ક્વોલિટીના ભાવ ઉઘડતી સીઝને જ કિવન્ટલ દીઠ 500/- થી 900/- સુધી વધી ગયા છે. માવઠાએ તમામ ખેત જણસને માઠી અસર પહોંચાડી છે. માર્કેટીંગ યાર્ડમાં ઘઉંની હરાજી દરમિયાન માંગ અને ભાવમાં ઉછાળો નોંધાતા ગૃહિણીઓના બજેટ ઉપર અસર પણ થઇ છે. અત્રે નોંધવું રહ્યું કે દર વર્ષે એપ્રિલ-મે મહિનામાં ઘઉંની સિઝન શરૂ થતાં ગૃહિણીઓ દ્વારા ખરીદી કરવાની તૈયારી કરે છે. ગત વર્ષની સરખામણીએ સામાન્ય ઘઉં જે મણ દીઠ 400/- થી 500/- સુધીના ભાવે વેચાણ થતા હતા. જે હવે માવઠું થવાથી જુદી જુદી ક્વોલિટી મુજબ ઘઉંના ભાવમાં 550/- થી 650/- મણ દીઠ ભાવ વધી ગયા છે.