Home News Update My Gujarat રાજ્યમાં આજથી 5 દિવસ માવઠાની આગાહી…

રાજ્યમાં આજથી 5 દિવસ માવઠાની આગાહી…

0

Published by : Vanshika Gor

ગુજરાતમાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. છેલ્લા કેટલાય દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયો હતો. ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ફરી રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે મુજબ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છના અનેક જિલ્લામાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પણ પડી શકે છે.

આગામી પાંચ દિવસ કયા જિલ્લામાં માવઠાની આગાહી?

13 માર્ચ- બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ, અમદાવાદ, તાપી, નર્મદા, સુરત, ભરૂચ, છોટા ઉદેપુર, રાજરોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, દ્વારકા, પોરબંદર, કચ્છ.
14 માર્ચ- બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, તાપી, ભાવનગર, અમરેલી, રાજકોટ, કચ્છ.
15 માર્ચ- નર્મદા, તાપી, અમરેલી, રાજકોટ, કચ્છ.
16 માર્ચ- બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, કચ્છ.
17 માર્ચ- બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, દાહોદ મહીસાગર, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, કચ્છ.

વરસાદના વધુ એક રાઉન્ડથી પાકને નુકસાનની ભીતિ
નોંધનીય છે કે, ગુજરાતભરમાં માવઠાની આગાહીના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. એવામાં માવઠાથી કેરી, ઘઉં, ચણા, જીરું સહિતના વિવિધ પાકોને નુકસાન સર્જાવાની શક્યતા છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version