Published by : Rana Kajal
• 56 દેશના પતંગરસિકો લેશે ભાગ
• G-20ની થીમ પર બનાવાશે પેવેલિયન
ગાંધીનગર
રાજ્યમાં આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટીવલને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ વખતે કાઈટ ફેસ્ટીવલમાં 56 દેશો ભાગ લેવાના છે. જેમા આ વખતે G-20ની થીમ પર પેવેલિયન બનાવવામાં આવશે. સાબરમતી નદીના બોટમાંથી પણ પતંગ ઉડાડી શકાશે. કોરોનાની ગાઈડલાઈનને લઈને પણ તૈયારીઓ કરવામાં આવી છે. આ કાઈટ ફેસ્ટીવલને લઈને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે પણ સરકાર પ્રયત્નીશીલ છે.
કોરોનાની સ્થિતિને પગલે આ વર્ષે 55થી 60 દેશો કાઈટ ફેસ્ટીવલમાં ભાગ લઈ શકે છે. આ વખતે સોમાલિયા, લેબનન, ઈજિપ્ત સહિતના દેશો પ્રથમવાર ભાગ લેવાના છે. આ ઉપરાંત ગલ્ફના દેશો અને કેનેડા સહિતના દેશો પ્રથમવાર ભાગ લેવાના છે. આ દેશોના હાઈકમિશન અને એમ્બેસેડર પણ આવી રહ્યા છે. લગભગ 15 જેટલા એમ્બેસેડર તેમના પરિવારજનો સાથે આ કાઈટ ફેસ્ટીવલમાં આવશે.
આ કાઈટ ફેસ્ટીવલમાં નાના બાળકો બાબતે ખાસ તકેદારીના પગલા લેવાય તેના પર મુખ્યમંત્રી દ્વારા ભાર મુકવામાં આવ્યો છે. તેમજ વધુ પડતી ભીડ જમા ન થાય તે અંગે પણ ખાસ તકેદારી રાખવામાં આવશે. અહીં આવનારા દરેક લોકોને સેનેટાઈઝર અને માસ્ક આપવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા પણ કોરોનાને ધ્યાને રાખી તમામ સાવચેતીના પગલા લેવા માટેની પણ સૂચના આપવામાં આવી છે.