Published by : Rana Kajal
5 મી જૂન વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીનો રાજ્ય સ્તરનો મુખ્ય કાર્યક્ર્મ યાત્રાધામ અંબાજી ખાતે યોજવામાં આવ્યો છે. આ ઉજવણીના ઍક ભાગ રૂપે રાજ્યમા પહેલી વાર ડ્રોન દ્વારા વાવણી કરવામા આવશે.આ ઉપરાંત રાજયના તમામ યાત્રા ધામો ખાતે વૃક્ષારોપણના કાર્યક્ર્મ યોજવામા આવ્યા છે… વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર મુખ્ય કાર્યક્રમમા 10 હજાર વૃક્ષો વાવવામાં આવશે.આ ઉજવણીમાં વિવિઘ નગરો અને મહાનગરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમા અમદાવાદ, આણંદ, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, ભરૂચ , ભાવનગર, મોરબી, વલસાડ અને સુરત એમ 11 જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, નડિયાદ, પંચમહાલ બનાસ કાંઠા, ભાવનગર અને સાબરકાંઠા જિલ્લા ઓમા પણ વિશ્ર્વ પર્યાવરણ દિન નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.




