Published by : Rana Kajal
- વર્ષ 22- 23માં 1 કરોડ 35 લાખ કરતા વધુ બાળકોના સ્વાસ્થ્યનું ચેકીંગ કરાયું…
રાજ્યમાં શાળાઓમાં ભણતા બાળકોના સ્વાસ્થ્યનું ચેકીંગ કરવામાં આવે છે. જેના ખુબ સારા પરિણામ જણાઈ રહ્યા છે.
શાળાઓમાં થતા સ્વાસ્થ્ય અંગેનાં ચેકીંગના પરિણામો ની આંકડાકીય માહિતી જોતા વર્ષ 2014 થી અત્યાર સુધી એટલેકે આશરે 9 વર્ષ દરમિયાન કુલ 12.75 કરોડથી વધુ શાળાઓનાં બાળકોનું સ્વાસ્થ્ય અંગેનુ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જે પૈકીના 1,39,368 બાળકોને હ્રદય સંબધી સર્જરી અને સારવાર કરવામાં આવી હતી.17,556 બાળકોને કીડની સંબધિત સારવાર, કેન્સર ની સારવાર 10,860 બાળકોને આપવામા આવી હતી. જ્યારે ગંભીર અને જટીલ સર્જરી અંગેની વિગત જોતા 177 બાળકોને કિડની ટ્રાન્સપ્લાન્ટ, 26 બાળકોને લીવર ટ્રાન્સપ્લાન્ટ, 198 બાળકોને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ તેમજ 2738 બાળકોને કોકલીયર ઇમ પ્લાન્ટ સર્જરી કરવામા આવી હતી. શાળાઓમાં બાળકોના સ્વાસ્થ્ય અંગેની ચકાસણીનો સૌથી વધુ મહત્વ એ છે કે ગંભીર બીમારી પણ પ્રાથમિક સ્ટેજમાં જણાઈ જતી હોવાથી તેની સારવાર શકય બને છે. અત્રે નોંધવું રહ્યું કે આ આરોગ્ય અભિયાન અંગે રાજ્ય સરકાર ખર્ચ કરે છે