- જિલ્લાની કચેરીઓ પર લહેરાતો રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ લહેરાયો
- મોરબી ખાતે ઝુલતા પુલની દૂર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ લોકોને ભરૂચ જિલ્લા વાસીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
સૌરાષ્ટ્રના પેરીસ ગણતા મોરબી શહેરમાં 30મી ઓક્ટોબરના રોજ ઝુલતા પુલ એકાએક ધરાશાયી થતાં અનેકોના દેહાંત થયા છે. જેના શોકમાં સમગ્ર ગુજરાત ગળાડુબ બન્યું છે. 2જી નવેમ્બર રાજ્ય વ્યાપી શોકમાં ભરૂચ જિલ્લો પણ સહભાગી બની તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. ખાસ કરીને જિલ્લાની સરકારી કચેરી પર લહેરાતા રાષ્ટ્ર ધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ભાજપ, કોંગ્રેસ જેવા રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ સહિતના લોકોએ મૌન પાડી શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે. કેન્ડલ માર્ચ તથા આજે મૌન સભાનુ પણ ઠેરઠેર આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લાની તમામ કચેરીઓ પર રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ લહેરાયો
જિલ્લાના વડા મથક સ્થિત આવેલી સરકારી કચેરીઓ જેમ કે જિલ્લા સેવા સદન, જિલ્લા પંચાયત, જિલ્લા અધિક્ષકની કચેરી સહિત રેલવે સ્ટેશન પર લહેરાતો રાષ્ટ્ર ધ્વજને અડધી કાઠીએ લહેરાવવામાં આવ્યો છે. રાજ્ય વ્યાપી શોકમાં સમગ્ર જિલ્લો શોકાતુર બન્યો છે. આજે ઠેરઠેર મૌન સભાનુ પણ આયોજન કરવામાં આવ્યું છે. તો સરકારી કાર્યક્રમો પર આજે બ્રેક વાગી છે.