Published by : Anu Shukla
- નવી ભરતી પ્રક્રિયામાં ચોક્કસ પોલીસી બનાવવાની તૈયારી
- પ્રથમ તબક્કામાં પાસ થનાર ઉમેદવાર બીજી પરીક્ષા આપી શકશે
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા બે દિવસ પહેલા જુનિયર ક્લાર્કની પરીક્ષા માટેની સંભવિત તારીખ જાહેર કરવામાં આવી હતી. તલાટીને લેખિત પરીક્ષાની સંભવિત તારીખ 23 એપ્રિલ જાહેર કરવામાં આવી છે. પરંતુ તે માટે પુરતા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો મંગાવવામાં આવી હોવાની વાત કરી છે. અને આ વિગતો આવ્યા બાદ નવી તારીખ જાહેર કરવાની વાત કરી હતી. ઉમેદવારની સંખ્યાને ધ્યાનમાં લઈ સરકારની વિચારણા છે તેથી તલાટીની ભરતી પરીક્ષા બે તબક્કામાં યોજાય તેવી સંભાવના છે.
પ્રથમ તબક્કામાં પાસ થનાર ઉમેદવાર બીજી પરીક્ષા આપી શકશે
હસમુખ પટેલ દ્વારા ટ્વિટ કરીને તલાટીને લેખિત પરીક્ષાની સંભવિત તારીખ 23 એપ્રિલ જાહેર કરવામાં આવી છે. પરંતુ તે માટે પુરતા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો મંગાવવામાં આવી હતી. ઉમેદવારની સંખ્યાને ધ્યાનમાં લઈ સરકારમાં નવી વિચારણા ચાલી રહી છે કે તલાટીની ભરતી પરીક્ષા બે તબક્કામાં યોજાવી. ત્યાર બાદ પ્રથમ તબક્કામાં પાસ થનાર ઉમેદવાર બીજી પરીક્ષા આપી શકશે તેવી નવી યોજના બનાવી રહી છે. આ સાથે નવી ભરતી પ્રક્રિયા બાબતે નવી પોલીસી બનાવવાની તૈયારી શરુ કરી દેવામાં આવી છે. અને આગામી સમયમાં તલાટીની ભરતી પરીક્ષા બે તબક્કામાં યોજાય તેવી સંભાવના છે.
સરકારની છબી ખરાબ ન થાય તે માટે નવી યોજના ઘટવાની તૈયારી
વારંવાર પેપર લીકની થવાની ઘટના રોકવા માટે સરકાર નવો કાયદો લાવવાની સાથે ભરતી પ્રક્રિયામાં પણ ફેરફાર કરી રહી છે. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવી શકે છે. છેલ્લા કેટલાક સમયથી નાની-મોટી પરીક્ષાઓમાં સતત પેપર લીકની ઘટનાઓ બનતી હોવાથી સરકાર મહત્વ નિર્ણય લઈ શકે છે. જેથી યુવાનોના ભવિષ્ય સાથે ચેડા ન થાય અને સરકારની છબી પણ ખરાબ ન થાય.