કેરળ રાજયના કોઝિકોડ જિલ્લામા રાત્રિના સમયમા ચાલુ ટ્રેનમાં અસામાન્ય ધટના બની હતી. જેમાં ઍક મુસાફર આરોપીએ સાથે લાવેલ પેટ્રોલ અન્ય મુસાફરો પર કોઇ નોધપાત્ર કારણ વગર છાંટી આગ ચંપી કરતા દાઝી ગયેલા ત્રણ મુસાફરોના મોત નિપજ્યા હતા આરોપી નાસી છૂટવામાં સફળ થયો હતો. જૉકે આ અસામાન્ય બનાવની તપાસ અંગે કેરળ સરકારે સીટ ની રચના કરી છે તેમ છતાં આ ધટનાને વધુ સમય વીતી ગયો હોવા છતા હજુ કોઇની ધરપકડ થઈ નથી….આ ઘટનામાં એક બાળક સહિત ત્રણ મુસાફરોના મોત નીપજ્યા હતા. અલપ્પુઝા થી કન્નુર એકઝ્યુકિટીવ એક્સપ્રેસના ઍક કોચમા આ બનાવ બન્યો હતો. તપાસ કરતી એજન્સીઓ એવી શંકા વ્યક્ત કરી રહી છે કે આરોપી ઉત્તર ભારતીય છે. સાથેજ આ અસામાન્ય ધટના પુર્વ આયોજીત ધટના હોવાનુ જણાયું છે કારણ કે આરોપીની બેગ માંથી પેટ્રોલ ભરેલ બોટલ મળી આવેલ છે .આ બનાવની તપાસ અંગે સીટની રચના કરવામા આવી છે સાથે જ સાથી મુસાફરોએ આપેલ વિગત પરથી આરોપીનો સ્કેચ તૈયાર કરવામાં આવ્યો છે. જોકે આ ધટનાને અસામાન્ય માનવામાં આવી રહી છે તેનુ મુખ્ય કારણ એ છે કે આવી એમ. ઓ. ધરાવતી ધટના હજી નોધાઇ નથી તેથી આ ધટના અસામાન્ય છે સાથેજ ભયનું વાતાવરણ ફેલાવવા માટેની આતંકી ધટના હોય શકે છે એમ મનાઈ રહ્યું છે.