Published By : Parul Patel
દેશના અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનું નિર્માણ કાર્ય તેજ ગતિથી થઈ રહ્યુ છે. મળતી માહિતી મુજબ આગામી વર્ષ 2024ના જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની શક્યતા. પીએમ મોદીના હસ્તે આ પ્રાણ પ્રતિષ્ઠા થઇ શકે છે…

અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિના નિર્માણ માટે કર્ણાટકના કરકલાથી અયોધ્યા શ્રી રામજન્મભૂમિ અયોધ્યામાં એક વિશાળ શિલા પણ મોકલવામાં આવી છે.વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા શિલા પૂજા બાદ શીલાને અયોધ્યા જવા રવાના કરવામા આવી હતી. આ પ્રસંગે કરકલાના ધારાસભ્ય અને સંસ્કૃતિ મંત્રી વી સુનીલ કુમાર પણ હાજર હતા. કર્ણાટકના કરકલા ક્ષેત્રમાં તુંગભદ્રા નદીના કિનારે બનેલી નાની ટેકરીમાંથી આ પથ્થર પસંદ કરવામાં આવ્યો છે. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તા અયોધ્યા જવા રવાના થયા હતા.
આ શીલા અંગે મળતી માહિતી મુજબ નેલ્લીકારુ નામના આ પથ્થરથી ઘણી પ્રખ્યાત મૂર્તિઓ બનાવવામાં આવી છે, જે મુખ્ય સ્થાનો પર બિરાજમાન છે. ભગવાન રામની મૂર્તિ બનાવવા માટે નેપાળની સાથે-સાથે દેશના વિવિધ ભાગોમાંથી પથ્થરો લાવવામાં આવી રહ્યા છે. રામલલ્લાની મૂર્તિ બનાવવાનું કામ દેશના પાંચ કારીગરોને સોંપવામાં આવ્યું છે.