Home Entertainment રાવણને જીવન અંગે શિખામણ આપતા વિભીષણનું યાદગાર પાત્ર ભજવનાર મુકેશ રાવલનું કરુણ...

રાવણને જીવન અંગે શિખામણ આપતા વિભીષણનું યાદગાર પાત્ર ભજવનાર મુકેશ રાવલનું કરુણ જીવન…

0

Published By : Patel Shital

  • જેમનો મૃતદેહ રેલ્વે ટ્રેક પરથી મળી આવ્યો હતો…

મુકેશ રાવલનું જીવન ઘણું દુ:ખદ હતું. તેને ત્રણ બાળકો હતા – એક પુત્ર અને બે પુત્રી. પરંતુ વર્ષ 2000 માં તેમનો એકમાત્ર પુત્ર ટ્રેનમાંથી પડીને મૃત્યુ પામ્યો હતો. આ અકસ્માતને કારણે મુકેશ રાવલ અંદરથી સંપૂર્ણ ભાંગી પડ્યો હતો. પુત્રના અવસાન બાદ તેણે પુત્રીઓના લગ્ન પણ કરાવ્યા. પરંતુ પુત્રનો અભાવ તેને અંદરથી દુઃખી કરી રહ્યો હતો. ત્યાર બાદ એવું જાણવા મળ્યું કે મુકેશ રાવલ હવે આ દુનિયામાં નથી. તેનો મૃતદેહ કાંદિવલી રેલ્વે સ્ટેશનના રેલ્વે ટ્રેક પરથી મળી આવ્યો હતો. કહેવાય છે કે પુત્રના દુઃખને કારણે તે એટલો ડિપ્રેશનમાં હતો કે તેણે ટ્રેન નીચે આવીને જીવનનો અંત આણ્યો હતો. જો કે આત્મહત્યાની પુષ્ટિ થઈ શકી નથી.

રામાયણ સિરિયલમાં મુકેશ રાવલ કઈ રીતે કાસ્ટ થયા તેની વિગત જોતા રામાનંદ સાગર તેની નવી સિરિયલ ‘રામાયણ’ ના પાત્રની શોધમાં હતા. આ સંબંધમાં તેઓ ઈન્ડિયન નેશનલ થિયેટર પહોંચ્યા. ત્યાં રામાનંદ સાગર મુકેશ રાવલને મળ્યા. તેમણે મુકેશ રાવલને વિભીષણનો રોલ ઓફર કર્યો હતો. જો કે મુકેશે ઇન્દ્રજીતના રોલ માટે રામાનંદ સાગરને પૂછ્યું. રામાનંદ સાગર મૂંઝાઈ ગયો. તેમણે મુકેશ રાવલનો સ્ક્રીન ટેસ્ટ લીધો હતો. સ્ક્રીન ટેસ્ટમાં મુકેશ રાવલને બધા વિભીષણના રોલ માટે ગમ્યા, તેથી રામાનંદ સાગરે તેમને વિભીષણની ભૂમિકા આપી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version