Published by : Rana Kajal
ભારતના રાષ્ટ્રપતિએ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી અને લદ્દાખના ઉપરાજ્યપાલ રાધા કૃષ્ણન માથુરના રાજીનામા સ્વીકારી લીધા છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ 13 રાજ્યપાલ અને ઉપરાજ્યપાલોની નિમણૂક પણ કરી દીધી છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી હતી. આ ઉપરાંત ગુલાબ ચંદ કટારિયાને આસામ, પૂર્વ કેન્દ્રીયમંત્રી શિવ પ્રતાપ શુક્લાને હિમાચલપ્રદેશના રાજ્યપાલ બનાવાયા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા નિમણૂક કરાયેલા રાજ્યપાલ અને ઉપરાજ્યપાલની યાદી
- લેફ્ટનન્ટ જનરલ કૈવલ્ય ત્રિવિક્રમ પરનાઈક, રાજ્યપાલ, અરુણાચલ પ્રદેશ
- લક્ષ્મણ પ્રસાદ આચાર્ય, રાજ્યપાલ, સિક્કિમ
- સીપી રાધાકૃષ્ણન, રાજ્યપાલ, ઝારખંડ
- શિવ પ્રતાપ શુક્લા, રાજ્યપાલ, હિમાચલ પ્રદેશ
- ગુલાબચંદ કટારિયા, રાજ્યપાલ, આસામ
- નિવૃત્ત જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર, રાજ્યપાલ, આંધ્રપ્રદેશ
- વિશ્વ ભૂષણ હરિચંદન, રાજ્યપાલ, છત્તીસગઢ
- અનુસુયા ઉઇકે, રાજ્યપાલ, મણિપુર
- એલ. ગણેશન, રાજ્યપાલ, નાગાલેન્ડ
- ફાગુ ચૌહાણ, રાજ્યપાલ, મેઘાલય
- રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, રાજ્યપાલ, બિહાર
- રમેશ બૈસ, રાજ્યપાલ, મહારાષ્ટ્ર
- બ્રિગેડિયર (નિવૃત્ત) બી.ડી. મિશ્રા, લેફ્ટનન્ટ ગવર્નર, લદ્દાખ