Home News Update My Gujarat રાષ્ટ્રીય કક્ષાની સમુદ્ર તરણ સ્પર્ધામાં 72 વર્ષીય વૃદ્ધનું હાર્ટ એટેક આવતા મોત…સ્પર્ધકો...

રાષ્ટ્રીય કક્ષાની સમુદ્ર તરણ સ્પર્ધામાં 72 વર્ષીય વૃદ્ધનું હાર્ટ એટેક આવતા મોત…સ્પર્ધકો શોકગ્રસ્ત

0

Published by : Rana Kajal

પોરબંદર જિલ્લામાં 7 અને 8 જાન્યુઆરીએ રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધા ચાલી રહી છે. આ  રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધામાં  દેશભરના તરવૈયા ભાગ લેવા આવી પહોચ્યા હતા. આ સ્પર્ધામાં 940 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે. જેમા મોટી સંખ્યામાં બાળકો, સિનિયર સિટીઝનો તથા પેરાસ્વીમરો પણ જોવા મળ્યા હતા.

આજે સવારે પોરબંદર ખાતે સ્પર્ધા દરમ્યાન હાર્ટએટેક આવવાથી એક સ્પર્ધકનું અવસાન થયાના સમાચાર સામે આવ્યા છે. જેમાં સ્પર્ધકોએ કડકડતી ઠંડીમાં સમુદ્ર સામે બાથ ભીડતા હોય તેમ તરવા માટે ઝંપલાવ્યું હતું. જોકે આ સ્પર્ધામાં અમદાવાદથી આવેલા 72 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. ચાલુ સ્પર્ધા દરમિયાન 72 વર્ષીય વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મોત થયું હતું. આયોજકોએ તેમને તાત્કાલિક સારવાર માટે મોકલી આપ્યા હતા જો કે તે દરમિયાન વૃદ્ધ સ્પર્ધક પ્યારેલાલ બસંતલાલ જાખોદિયાનું મોત થયું હતુ. ઘટનાને પગલે આયોજકો, સ્પર્ધકો અને પ્રેક્ષકો ચિંતામાં મૂકાયા છે. પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ છે તે મુજબ સ્પર્ધા દરમિયાન વૃદ્ધના મોઢામાં પાણી જતું રહેતા હાર્ટ એટેક આવ્યાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version