Published By:-Bhavika Sasiya
- કપાતના નાણાં બચાવવા શું કરી શકાય..?
આજના સમય મા લગભગ દરેક વ્યક્તિ પાસે બેન્ક એકાઉન્ટ હોય છે. અગાઉ ભારતમાં બેન્કિંગની પહોંચ ઓછી હતી, એટલે કે મોટી સંખ્યામાં એવા લોકો પણ હતા જેમનું કોઈ પણ બેન્કમાં ખાતું નહોતું, પરંતુ પ્રધાનમંત્રી જન-ધન યોજનાએ તેનું સમગ્ર ચિત્ર બદલી નાખ્યું છે . હવે બેન્ક ખાતેદારોનૉ આંકડો ઝડપથી વધ્યો છે. જો તમે આ લેખ વાંચી રહ્યા છો, તો તમારી પાસે બેન્ક ખાતું ન હોવાની શક્યતાઓ લગભગ નહિવત છે બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ સેવાઓના નામ પર બેન્ક દ્ધારા પૈસા કાપવામાં આવી રહ્યા છે… વર્ષ 2011માં ભારતમાં 15 વર્ષથી વધુ ઉંમરના માત્ર 44 ટકા લોકો પાસે બેન્ક એકાઉન્ટ હતા. પ્રધાનમંત્રી જન-ધન યોજનાએ આ આંકડામાં જબરદસ્ત ફેરફાર કર્યો છે. વર્ષ 2021 માં 15 વર્ષથી વધુ વય જૂથમાં બેન્ક એકાઉન્ટ ધરાવતી વસ્તીનો હિસ્સો વધીને લગભગ 78 ટકા થયો છે.
બેન્કમાં મૂળભૂત રીતે બે પ્રકારના ખાતા ખોલવામાં આવે છે – સેવિંગ એકાઉન્ટ અને કરન્ટ એકાઉન્ટ. સામાન્ય લોકો માત્ર સેવિંગ્સ એકાઉન્ટ એટલે કે સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ ખોલે છે. ભારે ટ્રાન્ઝેક્શન કરનારા લોકો માટે કરન્ટ એકાઉન્ટ વધુ સારો વિકલ્પ છે. તે સ્વાભાવિક છે કે વ્યવસાય કરતા મોટાભાગના લોકો પાસે કરન્ટ એકાઉન્ટ હોય છે. હવે બચત ખાતાના કિસ્સામાં, અહીં પણ મુખ્યત્વે બે પ્રકાર છે – એક છે શૂન્ય બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટ એટલે કે એવું બચત ખાતું, જેમાં લઘુત્તમ રકમ રાખવાની કોઈ મર્યાદા નથી, બીજું છે લઘુત્તમ બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટ એટલે કે એવું સેવિંગ એકાઉન્ટ જેમાં નિશ્ચિત રકમ કરતાં ઓછા પૈસા ન રાખી શકાય તમામ એકાઉન્ટના મેન્ટેનન્સ માટે બેંક ચાર્જ વસૂલે છે. આ તમામ પ્રકારના ખાતાઓને લાગુ પડે છે જોકે ટ્રાન્ઝેક્શન મર્યાદાથી વધી જાય તો ઘણી બેન્કો આવી કપાત માફ કરી દે છે બેન્કો સામાન્ય રીતે એકાઉન્ટ ખોલવાની સાથે ડેબિટ કાર્ડ આપે છે. તે મફત નથી. આ માટે તમામ બેન્કો વાર્ષિક ધોરણે ચાર્જ લે છે.જો તમને ખાતેદાર ને ડેબિટ કાર્ડની જરૂર નથી, તો તેને બેન્કમાંથી ન લો. જો તમારી પાસે એક કરતાં વધુ ખાતા હોય તો માત્ર એક માટે જ કાર્ડ લો.
જો ખાતેદાર અન્ય બેન્કના એટીએમનો ઉપયોગ કરે છે તો તેના માટે ચાર્જ ચૂકવવો પડશે. હવે તમે તમારી બેન્કના એટીએમમાંથી મહિનામાં માત્ર 4 વખત જ ફ્રીમાં પૈસા ઉપાડી શકશો.જે અંગે એક કે બે રાઉન્ડમાં મહિનાના ખર્ચ માટે વધુમાં વધુ પૈસા ઉપાડવાનો પ્રયાસ કરો. અન્ય બેન્કના એટીએમનો ઉપયોગ કરવાનું ટાળો. એવા ખાતાઓમાં જ્યાં લઘુત્તમ બેલેન્સ જરૂરી છે જો નાણાં મર્યાદા કરતાં ઓછા હોય તો બેન્કો ચાર્જ વસૂલે છે.તેથી ખાતેદારે ખાતાની ન્યૂનતમ મર્યાદા જાળવવી જોઈએ