Published by : Vanshika Gor
સુરતની કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને ફટકારવામાં આવેલી સજા અને ત્યારબાદ, રાહુલ ગાંધીનો સાંસદ પદ છીનવતા કોંગ્રેસ લડાયક મૂડમા આવી ગઈ છે.વડોદરાના સર્કિટ હાઉસ ખાતે પૂર્વ કેન્દ્રિયમંત્રી ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદ યોજી હતી.જેમાં તેઓએ રાહુલ ગાંધીની સજાને, બંધારણીય નહીં પણ રાજકીય કિન્નખોરી ગણાવી હતી.
સુરતની કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને ફટકારવામાં આવેલી સજા, અને ત્યારબાદ રાહુલ ગાંધીનું સાંસદ પદ છીનવતા, કોંગ્રેસ મેદાનમાં આવ્યો છે. અને સત્યાગ્રહ સંકલ્પ હેઠળ વિરોધ કાર્યક્રમોની શરૂઆત કરી છે.જે વિરોધ કાર્યક્રમ અંતર્ગત, વડોદરા આવેલ કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ, સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ભરતસિંહ સોલંકીએ વર્તમાન સરકાર પર પ્રહારો કરી, રાહુલ ગાંધીને થયેલ સજાને બંધારણીય નહીં પણ, રાજકીય કિન્નખોરી ગણાવી હતી.તેમજ વર્તમાન સ્થિતિ દમન અત્યાચારી અંગ્રેજોના શાશન કાળ કરતા પણ ખરાબ ગણાવી હતી.