Published By : Patel Shital
- કર્ણાટકમાં ચૂંટણીના પ્રચારમાં અપાયેલ પાંચ વચનોનો અમલ શરૂ…
ચૂંટણીના દિવસોમાં રાજકીય પક્ષો વચનો આપતા હોય છે પરંતુ તેનો અમલ કરવામાં આવતો નથી. તેથી જ લોકોને રાજકીય પક્ષોના વચનો પર વિશ્વાસ રહ્યો નથી પરંતુ કોંગ્રેસે કર્ણાટક રાજયમાં વિજય મેળવ્યા બાદ ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલ પાંચ વચનોના અમલની શરૂઆત કરી દીધી છે. તેથી જ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે કોંગ્રેસ માત્ર વચનો આપતી નથી પરંતુ વચનોનો ઝડપથી અમલ પણ કરી શકે છે.
કર્ણાટકમાં મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓના શપથ ગ્રહણ બાદ ગૃહ જ્યોતિ યોજના, ગૃહ લક્ષ્મી યોજના, યુવા નિધિ યોજના, અન્ન ભાગ્ય સ્કીમ અને મહિલાઓને સાર્વજનિક પરિવહન બસોમાં મફત યોજના એમ 5 યોજના અમલમાં મુકવાની શરૂઆત પણ કરી દીધી છે.