Published By : Disha Trivedi
જન્મ કુંડળી પ્રમાણે અને હાલની ગ્રહદશા પ્રમાણે રાહુલ ગાંધીની આટલી કપરી સ્થિતિ પાછળ રાહુ-કેતુ, અંગારક દોષ, મીનરકના સૂર્યની સ્થિતિ, વિષયોગ, ગ્રહણદોષ, 2 શ્રાપિતદોષ અને પરિવર્તન યોગ જેવા વિવિધ યોગોની અશુભ અસરને કારણે રાહુલના જીવનમાં ઊથલ-પાથલ અને કોન્ટ્રોવર્સી જોવા મળી રહી છે.
રાહુલ ગાંધીએ 2019માં ચૂંટણી વખતે ‘મોદી’ સરનેમને લઈને ટિપ્પણી કરી હતી. આ મામલે તેમના પર માનહાનિનો કેસ ચાલ્યો હતો. માનહાનિ કેસમાં સુરત કોર્ટે ગુરુવારે તેમને બે વર્ષની સજા સંભળાવી હતી.
સત્તાકીય રીતે ચાલુ 2023થી 2028 સુધી કોઈપણ ભોગે સત્તાભંગ દોષ છે. જેનાથી જીવનમાં ન કરેલાં કાર્યો રાહુ અને શનિદેવ કરાવશે. ધારેલાં કાર્યોમાં મોટી નિષ્ફળતા આપી જશે.
રાહુલ ગાંધીની જન્મતારીખ, ઓરા રીડિંગ અને ફેસ રીડિંગ પ્રમાણે અત્યારે રાહુ-કેતુનું અશુભ ભ્રમણ છે. તેનાથી આ વર્ષમાં તેમને માનહાનિ અને કોઈ પ્રકારની શારીરિક ઇજા થાય તેવી શક્યતા છે.
એસ્ટ્રોલોજર પ્રદ્યુમન ભટ્ટ જણાવે છે કે રાહુલ ગાંધી માટેની આ સજા સત્તાધારી પાર્ટીઓ માટે ભલે લાભદાયી દેખાતી હોય, પરંતુ રાહુલ ગાંધી જો ફરી લોકોની વચ્ચે જઈ સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરે, તો તે કોંગ્રેસ પાર્ટી માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.