આધી હકીકત આધા ફસાના અમદાવાદ નો ઍક રિક્ષા ચાલક જેનુ નામ છે શંકર ઠાકોર જે દીવસ દરમિયાન રિક્ષા ફેરવી જીવન ગુજરાન કરે છે ‘અને રાત્રે અભિનય કરી સ્ટેજ ગજવે છે શંકરદાદા’ તરીકે સમગ્ર નાટ્યવર્તુળમાં તે ઓળખાય. છે વ્યવસાય એમનો ઓટો ડ્રાઈવિંગનો છે પણ એમના નિજાનંદની શોધ તો તખ્તાની અદાકારીમાં પૂરી થાય છે. , શંકર દાદા ઓટોડ્રાઈવર અને અદાકારનું અદભુત કોમ્બિનેશન છે. પણ પ્રતિભા પર ક્યારેય કોઈનો ઈજારો હોય? અમદાવાદના ભરચક ટ્રાફિકમાં ઓટો ચલાવતા એના મનમાં નાટકોના સંવાદો ગતિ કરે છે. અમદાવાદના પાલડી વિસ્તારની ચાલીમાં રહેતા શંકરદાદાએ તખ્તાના પીળા પ્રકાશમાં અનેક પાત્રો ભજવી નાખ્યાં છે. શંકરદાદાએ ગુજરાતના હસમુખ બારાડી, અદિતી દેસાઈ, રાજુ બારોટથી માંડીને હિન્દી થિએટરના લેજેન્ડરી કહી શકાય એવા બાદલ સરકારના નાટકોમાં કામ કર્યુ છે.
શંકરદાદા ‘શો મસ્ટ ગો ઓન’ ને જીવનમંત્ર માની ચાલનારા પકકા અદાકાર છે. એણે પોતાની અંદર પડેલા કલાકારને મરવા નથી દીધો…તખ્તાની ઓથમાં થાક, ફરિયાદ, અફસોસ આ બધુ જ તેઓ ભૂલી જાય છે.પોતાની રામપ્યારી રિક્ષા માં શંકરદાદા રંગયાત્રાનાં સંસ્મરણો વાગોળતા કહે છે, ‘કોલેજમાં જ મને નાટકનો શોખ હતો પણ નાટક કરી શક્યો નહી કારણકે હું માનતો હતો કે જો નાટક કરવું હોય તો એના માટે વ્યવસ્થિત તાલીમ લેવી જોઈએ. હું ટેલિકોમમાં નોકરી કરતો હતો એ દરમિયાન નાટકની પ્રવૃત્તિ માટે મેં ડ્રામા ડિપ્લોમાં એડમિશન લીધું. આમ હું એક બાજુ મારી જોબ કરતો હતો અને બીજી બાજુ ડિપ્લોમા ડ્રામાનો કોર્સ કરી રહ્યો હતો. આ કોર્સ દરમિયાન મેં ત્રણ-ચાર નાટકો કર્યા. ચીનુ મોદીનું એક નાટક અમે કર્યું. જેમાં મારા ભાગે એક જ સંવાદ બોલવાનો આવ્યો હતો. એ સંવાદ હતો ‘આ સાપ મારો છે, સાહેબ’. અમે નાટક ભજવ્યું. જેવું અમારું નાટક પૂર્ણ થયું કે ત્યાં આવેલા રઘુવીર ચૌધરીએ મારું નામ લીધા વગર મારી સામું જોઈને કહ્યું. ‘આ સાપ મારો છે.’ ત્યાર પછી તો કોઈ પણ કાર્યક્રમમાં જતો અને રઘુવીરભાઈ મળતા ત્યારે આ સંવાદ બોલતા ‘ડિપ્લોમા ડિગ્રી કોર્સ પુરો થયા બાદ બહારના નાટકોના ગૃપમાં કામ કરવાનુ શરુ કર્યુ. આ ગૃપમાં બાદલ સરકારનુ સરઘસ, શેષ નાઈ, ભોમા જેવા નાટકો કર્યા. ભોમાં નાટકમાં લીડ રોલ કર્યો હતો.

આ નાટકો કર્યા બાદ બાદલ સરકારના બે વર્કશોપ્સ પણ એટેન્ડ કર્યા. વર્કશોપ્સમાં બાદલ સરકારે ચારેક દિવસ નાટય તાલીમ આપેલી અને ત્યારબાદ કોઈ એક નાટક ભજવવા કહેલુ જેમાં ‘વસ્ત્રાહરણ’ નાટક ભજવ્યુ હતું. જે બધાને ખૂબ ગમ્યુ હતુ તખ્તાના દિગ્ગજો સાથે શંકરદાદાએ કામ કર્યુ છે. એમણે રાજુ બારોટ સાથે એક સંસ્કૃત નાટક અને બીજુ ગુજરાતી નાટક સરી જતી સુંદરી એવા બે નાટકો કર્યા છે આ સિવાય અદિતી દેસાઈના ગુજરાતી ઓડિયન્સમાં ખૂબ વખણાયેલા અકૂપાર, ધાડ, કસ્તુરબા જેવા નાટકોમાં પણ કામ કર્યુ છે. શંકર દાદા ‘ટેલિકો મીલમાં હતા ત્યારે જ ખબર પડી ગઈ હતી કે હવે આ મીલો ચાલવાની નથી મીલમાં આગળ ગુજરાન ચલાવવા માટેના પૈસા મળશે નહી એવુ લાગ્યુ એટલે ધીરે ધીરે ઓટો શીખી લીધી હતી. એટલે પછી ઓટો ચલાવવાનું શરુ કર્યુ અને આ સાથે મારા નાટકનો શોખ પણ ચાલુ રાખ્યો.’
એક બાજુ નાટકનું પેશન અને બીજી બાજુ ઓટો ડ્રાઈવીંગનું પ્રોફેશન. આ બંને વચ્ચે શંકરદાદા કેવી રીતે બેલેન્સ કરી રહ્યા છે..
…. આધી હકીકત આધા ફસાના ….