Published by: Rana kajal
- રૂ 500ના દરની સંખ્યાબંધ ચલણી નોટો થઈ ગુમ….
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા સામે એક નવી સમસ્યા ઉભી થઈ છે. મોટી સંખ્યામાં રૂ 500 ના દરની ચલણી નોટો ગુમ થઈ હોવાનું જણાઇ રહ્યું છે…ભારતીય રિઝર્વ બેન્ક માટે ચલણી નોટોનું છાપકામ ભારતીય રિઝર્વ બેન્ક મુદ્રણ લિમિટેડ બેંગ્લુરુ, કરન્સી નોટ પ્રેસ નાસિક, તેમજ દેવાસ કરવામા આવે છે.આ ત્રણ સ્થળોએ ચલણી નોટ નુ છાપકામ કર્યાં બાદ નોટોને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ખાતે મોકલવામાં આવે છે ત્યાંથી સમગ્ર દેસમાં ચલણી નોટોનુ નિયંત્રણ કરવામા આવે છે ત્યારે રૂ 500 ની ચલણી નોટો રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ હોવાનું જણાયું છે.આ બાબતે મનોરંજન રોયે પણ RTI કરી હતી