રિતિક રોશન અને સૈફ અલી ખાનની ફિલ્મ ‘વિક્રમ વેધા’ 30 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરશે તેવી આશા હતી. પરંતુ ‘વિક્રમ વેધા’ કોઈક રીતે બોક્સ ઓફિસ પર ટકી રહી છે અને શુક્રવારની નવી હિન્દી રિલીઝ ‘ગુડ બાય’ કરતાં વધુ સારી કમાણી કરી છે. ‘ગુડ બાય’ અમિતાભ બચ્ચન અને રશ્મિકા મંદન્નાની ફિલ્મ છે.
રિતિક રોશન અને સૈફ અલી ખાન સ્ટારર વિક્રમ વેધાની બોક્સ ઓફિસ પર શરૂઆત સુસ્ત રહી હતી. એક જોરદાર સસ્પેન્સ થ્રિલર અને બે મોટા સ્ટાર્સ, એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે આ ફિલ્મ ઓછામાં ઓછા 2022 ની બીજી સૌથી વધુ બોલિવૂડ ઓપનિંગનો રેકોર્ડ બનાવશે. પરંતુ તેની બોક્સ ઓફિસ ઓપનિંગ અપેક્ષા કરતા ઘણી ધીમી હતી.ભારતમાં ‘વિક્રમ વેધા’ સરેરાશ ઝડપે કમાણી કરી રહી છે, પરંતુ હવે આ ફિલ્મે વિશ્વભરના બોક્સ ઓફિસ પર એક મોટો સીમાચિહ્ન પાર કરી લીધો છે.
ભારતીય બોક્સ ઓફિસ પર ‘વિક્રમ વેધા’એ એક અઠવાડિયામાં 58.57 કરોડનું કલેક્શન કર્યું હતું, જ્યારે એની વર્લ્ડવાઇડ કમાણી 7 દિવસમાં 99.24 કરોડ હતી.આમાં ફિલ્મની ઓવરસીઝ 30 કરોડ રૂપિયાથી થોડી વધુ હતી રિલીઝના 8મા દિવસે શુક્રવારે આ ફિલ્મે ભારતમાં જ લગભગ 2.60 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. શુક્રવારનું ઓવરસીઝ કલેક્શન ન ઉમેરાય તોપણ ‘વિક્રમ વેધા’નું વર્લ્ડવાઈડ કલેક્શન હવે 100 કરોડને પાર કરી ગયું છે. તો બીજી તરફ માહિતી તો એવી પણ મળી રહી છે કે ફિલ્મનું બજેટ લગભગ 150 કરોડ રૂપિયા હતું. તો હજુ પણ આ ફિલ્મ સારું કલેક્શન કરી શકે છે.