Published by : Anu Shukla
- ‘વેડ’ રિતેશ દેશમુખની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ છે
મરાઠીમાં રેકોર્ડ તોડ્યા બાદ વેડ હવે રિતેશ દેશમુખ માટે તેમની બોલિવુડ ફિલ્મોની તુલનામાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંથી એક બની ગઈ છે. આ ફિલ્મ રિતેશની મલ્ટી-સ્ટારર અને કલાકારોથી ભરેલી ફિલ્મોને પછાડીને આગળ વધી રહી છે.
રવિવારના રોજ ફરીથી 3.40 કરોડની સારી કમાણી કર્યા બાદ આ ફિલ્મે અત્યાર સુધીમાં લગભગ 50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે રિતેશ દેશમુખની મરજાવા (47.78 કરોડ), ડબલ ધમાલ (45 કરોડ) અને ક્યા સુપર કુલ હૈ હમ (45.14 કરોડ) ના લાઈફટાઈમના સ્કોરને પણ વટાવી દીધો છે. આ યાદીમાં છેલ્લી બે ફિલ્મો એક દાયકા પહેલા રિલીઝ થઈ હતી.
આ ફિલ્મ રિતેશ દેશમુખ માટે એક રેકોર્ડ સેટ કરી રહી છે. ‘વેડ’ રિતેશ દેશમુખની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ છે. તે ‘સૈરાટ’ પછી બીજી સૌથી વધુ કમાણી કરનાર મરાઠી ફિલ્મ બની છે. આ ફિલ્મમાં જેનેલિયા દેશમુખ પણ છે. વેડ 30 ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મના એક ગીતમાં સલમાન ખાન પણ છે. આ ઉપરાંત રિતેશને પોતાની મરાઠી ફિલ્મ ‘લાઈ ભારી’ માટે અગાઉ સ્પેશિયલ જ્યુરી કેટેગરીમાં નેશનલ એવોર્ડ મળ્યો હતો. ત્યારે જેનેલિયા 10 વર્ષ પછી વેડ ફિલ્મ દ્વારા સિલ્વર સ્ક્રીન પર પરત ફરી છે.




