- દેશમાં પહેલીવાર ગુજરાતના 33 જિલ્લામાં આજથી 5G સર્વિસ શરૂ
આજથી ગુજરાતના તમામ 33 જિલ્લામાં 5Gની શરૂઆત થઈ ગઈ છે. આ ‘Jio વેલકમ ઑફર’ સાથે, યુઝર્સ 1Gbps+ સ્પીડ સાથે અમર્યાદિત 5G ડેટા મળશે. Jio હેલ્થકેર, એગ્રીકલ્ચર, ઈન્ડસ્ટ્રી 4.0 અને IoT સેક્ટરમાં સાચી 5G-સંચાલિત સીરીઝથી શરુઆત કરશે.
દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું 5G
રિલાયન્સ માટે ગુજરાત ખાસ સ્થાન ધરાવે છે. રિલાયન્સની જાહેરાત મુજબ, આ 5G સ્પીડ ગુજરાત અને તેના લોકોને સમર્પિત છે. હવે, રાજ્યના 33 જિલ્લા મથકોમાંથી 100% Jio True 5G કવરેજ ધરાવશે. આ ટેક્નોલોજીથી દેશભરના લાખો વિદ્યાર્થીઓ ડિજિટલ માધ્યમથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકશે.રિલાયન્સ ફાઉન્ડેશન હંમેશાથી એજ્યુકેશન અને સ્પોર્ટ્સ (ESA) હેઠળ પ્રોગ્રામ ચલાવે છે. આપણા માનનીય વડાપ્રધાન માટે શિક્ષણ એ એક કેન્દ્રીય ક્ષેત્ર છે. તે હેતુ સાથે આગામી 10-15 વર્ષમાં 300-400 મિલિયન કુશળ ભારતીયો વર્કફોર્સમાં જોડાશે. આ સાથે જ દરેક ભારતીયને માત્ર જીવનધોરણનું બહેતર આપશે. પરંતુ આપણા વડાપ્રધાનનું વિઝન છે કે 2047 સુધીમાં ભારતનું અર્થતંત્ર ઝડપથી વધી જશે. રિલાયન્સ ફાઉન્ડેશન એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલ (ESA) નામનો પ્રોગ્રામ ચલાવે છે. જેમાં શિક્ષણ અને સ્પોર્ટ્સમાં આગળ વધે તે હેતુથી આ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે.જિયો આ સાથે જ સ્પોર્ટસ અને શિક્ષણના સ્તરને વધુ સુધારવા માટે અને વધુ આગળ લાવવા માટે 5G ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે લોન્ચ કરી રહ્યું છે. જેમાં રિલાયન્સ ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ ‘એજ્યુકેશન ફોર ઓલ’ હેઠળ દરેક નાગરિક, દરેક ઘર માટે આ ટેક્નોલોજી ઉપલબ્ધ કરશે. જેથી કરીને ભારતમાં ઉત્પાદકતા, કમાણી અને જીવનધોરણમાં વિકાસ થશે.
5G શરૂ થશે તો તમને શું ફાયદો થવાનો છે?
5G ઈન્ટરનેટ સેવા શરૂ થવાથી ઘણાબધા ફેરફાર દેખાશે અને અલગ જ દુનિયાનો અનુભવ થશે. આનાથી લોકોનું કામ સરળ બનશે. એટલું જ નહીં, પરંતુ મનોરંજન અને સંચારક્ષેત્રે પણ ઘણો બદલાવ આવશે. જે કામ અત્યારે ધીમેધીમે થાય છે એ વધારે ઝડપથી થશે. એટલું ઝડપથી આ નેટવર્ક કામ કરશે કે આંખના પલકારામાં બધું કામ થઈ જશે. માણસોના વિચારો કરતાં પણ તેજ 5Gનું નેટવર્ક રહેશે. કોઈને વીડિયો ફાઈલ મોકલવી હોય તો પણ કહેવું પડે કે બહુ વાર લાગશે… ફાઈલ મોટી છે, પણ 5Gમાં એવું નહીં થાય. ગમે તેવી મોટી ફાઈલ હશે તોપણ પળવારમાં અપલોડ અને ડાઉનલોડ થઈ જશે.
5G આવશે તો શું શું બદલાઈ જશે?
મોટાભાગના લોકોનું માનવું છે કે 5Gથી ઇન્ટરનેટની સ્પીડ વધી જશે અને તેનો ઉપયોગ ફક્ત મોબાઇલ ફોન અથવા કમ્પ્યુટરમાં થશે. પરંતુ એવું નથી. 5G ટેક્નોલોજી ઇન્ટરનેટની 3G અને 4G ટેકનોલોજી કરતાં પણ વધારે સ્માર્ટ હશે. 5Gનો હેતુ ફક્ત ઇન્ટરનેટને સ્માર્ટફોનથી કનેક્ટ કરવાનો જ નથી. પરંતુ તે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT) સાથે પણ કનેક્ટ થશે. IOT એટલે સ્માર્ટ ગેજેટ્સ જેવાં કે ફ્રીઝ, ટીવી, માઇક્રોવેવ ઓવન, વોશિંગ મશીન, એસી વગેરે. અત્યારે દુનિયાભરની સેલ્ફ ડ્રાઇવિંગ ગાડીઓમાં જે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે પણ 5G જ છે. ભારતમાં પણ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે 5Gનો ઉપયોગ થશે.