- રેલ્વે ટ્રેક પર રીલ બનાવતી વખતે એક બાળકી સહિત ત્રણના મોત…
ગાઝિયાબાદના મસૂરી પોલીસ સ્ટેશન વિસ્તારના કલ્લુ ગઢી રેલ્વે ફાટક પાસે રેલ્વે ટ્રેક પર ઉભા રહીને રીલ બનાવતી એક યુવતી અને બે યુવકોનું ટ્રેનની અડફેટે મોત નીપજ્યું હતું.
ડીસીપી દેહત ઝોન ડો. ઈરાજ રાજાએ જણાવ્યું કે સ્ટેશન માસ્ટર પાસેથી માહિતી મળી હતી કે કલ્લુ ગઢી રેલવે ટ્રેક પર એક યુવતી અને બે યુવકો દ્વારા રિલ્સ બનાવવામાં આવી રહી હતી. ત્યારબાદ પદ્માવત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતાં ત્રણેયના મોત થયા હતા. ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને ત્રણેયની ઓળખ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યુવતીની ઉંમર આશરે 22 થી 25 અને બંને યુવકોની ઉંમર 30 થી 35 વર્ષની હોવાનું કહેવાય છે. હાલ મૃતકોની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે.