ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. જેમાં ભારતીય જનતા પાર્ટી 150 પલ્સ સીટો જીતીને રેકોર્ડ સ્થાપિત કરી રહી છે. ત્યારે જે બેઠક પર સૌની મીટ મંડાયેલી હતી તે જામનગર 78 વિધાનસભા બેઠકમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાનો ધમાકેદાર વિજય થયો છે. જંગી લીડથી જીત થતા રિવાબા જાડેજાએ જામનગરવાસીઓનો અભાર માન્યો હતો અને વિકાસની જીત થઈ હોવાનું જણાવ્યું હતું. જામનગર 78 વિધાનસભા સીટ પર ભાજપે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા. જેમાં લોકોએ વિકાસની રાજનીતિને આવકારતા રિવાબાની જબરદસ્ત જીત થઈ રહી છે. યુવા નેતા રિવાબા જાડેજાને જામનગરના મતદારો પ્રથમ વખત વિધાનસભાના દ્વાર સુધી પહોંચાડી રહ્યા છે. જામનગરમાં ભાજપની જીતથી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઇ રહ્યાં છે અને વિજય સરઘસમાં જોડાઇ રહ્યાં છે, તો બીજી બાજુ પ્રથમવાર ચૂંટણી લડી રહેલા રીવાબાના વિજય સરઘસમાં પતિ અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ વિજય સરઘરમાં જોડાયો હતો.
રિવાબાના વિજયોત્સવમા ક્રિકેટર રવિન્દ્ર જાડેજા જોડાયો…
RELATED ARTICLES