Published by : Rana Kajal
બ્રિટનમાં ડ્રગ તસ્કરો પાસે પોલીસના વાહનો ધોવડાવવાની સજા… કેટલાક ગુનેગારોને કોઇ સજાની અસર થતી નથી. તેવા સમયે ગુનેગારોને માનસિક અસર થાય અને તે સુધરે તે અંગેનું મોડલ બ્રિટનમાં અમલમાં મુકવામાં આવ્યુ છે.આ મોડલ અપનાવવા જેવું છે… કેટલાક રીઢા ગુનેગારો એવા હોય છે કે ગમે તેવી સજા ફટકારવામાં આવે તો પણ ગુનેગારો સુધરતા નથી ત્યારે બ્રિટનમાં વડાપ્રધાન રિશી સુનક દ્વારા ઍક સજાનું ખાસ મોડલ તૈયાર કરવામાં આવ્યું હતું. જેનો અમલ કરાઈ રહયો છે. તે મુજબ ડ્રગ તસ્કરો પકડાય તો તેમની પાસે પોલીસના વાહનો ધોવડાવાય છે ગુનેગારોને ખાસ ડ્રેસ પણ આપવામાં આવે છે જેથી વાહન સાફ કરવામાં સરળતા રહે છે. આવી સજાના કારણે રીઢા આરોપીઓને માનસિક અસર થતી હોય છે અને તેથી રીઢા ગુનેગાર પણ પણ સુધરી શકે છે. વિશ્વમાં સજાના મોડલને આવકારવામાં આવી રહ્યુ છે. જૉકે કેટલીક ટીકાઓ પણ થઈ રહી છે.