Home Ahmedabad રુદ્રપ્રયાગમાં મૃત્યુ પામેલાં અમદાવાદના 3 સહિત ચાર મિત્રોના અંતિમસંસ્કાર કરાયા…વાતાવરણ ગમગીન બન્યુ…

રુદ્રપ્રયાગમાં મૃત્યુ પામેલાં અમદાવાદના 3 સહિત ચાર મિત્રોના અંતિમસંસ્કાર કરાયા…વાતાવરણ ગમગીન બન્યુ…

0

Published By:-Bhavika Sasiya

  • ભૂસ્ખલનના બનાવમાં જેમના મોત નિયજ્યા હતા તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યારે ગમગીન વાતાવરણ છવાઈ ગયું હતું

તાજેતરમાં રુદ્રપ્રયાગમાં મૃત્યુ પામેલાં અમદાવાદના 3 સહિત ચાર મિત્રોના અંતિમસંસ્કાર કરાયા હતા.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા અમદાવાદના ત્રણ અને મહેમદાવાદના એક મળી ચાર મિત્રોનું રુદ્રપ્રયાગ નજીક ભૂસ્ખલનમાં કરુણ મોત નિપજ્યાં હતા. ચારેય મિત્રોના મૃતદેહને પહેલા રુદ્રપ્રયાગથી દહેરાદુન એમ્બ્યુલન્સ અને રવિવારે સવારે દહેરાદૂનથી અમદાવાદ વિમાન માર્ગે લાવવામાં આવ્યા હતા. ચારેય મિત્રોના મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા ત્યારે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

મૃતકો ઘોડાસર, સ્મૃતિમંદિર અને ભાડુઆત નગર તથા મહેમદાવાદ વિસ્તારના રહેવાસી હતા જીગર મોદી, કુશલ સુથાર, મહેશ દેસાઈ અને દિવ્યેશ પરીખનું ગત ૧૦ ઓગસ્ટના રોજ ભૂસ્ખલનમાં કાર દબાઈ જવાથી મૃત્યુ નિપજ્યાં હતા. મુખ્યમંત્રી અને ગૃહવિભાગે ઉત્તરાખંડ સરકાર સાથે સંકલન કરીને મૃતદેહો પરિવારજનોને વહેલી તકે મળી રહે તે માટે પ્રયાસો કર્યા હતા…..

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version