Published By:-Bhavika Sasiya
ભારત દેશના ચલણ એવા રૂપિયાનુ મુલ્ય વિવિઘ દેશોના સ્થાનિક ચલણ કરતા વધુ જણાઈ રહ્યું છે. ભારતના પડોશી દેશ શ્રીલંકા માં 1 ભારતીય રૂપિયાનું મૂલ્ય 3.80 શ્રીલંકન રૂપિયા બરાબર છે. જ્યારે ભારતીય ઍક રૂપિયો 1.69 જાપાનીઝ યેન બરાબર છે. તેમજ ઈન્ડોનેશિયામાં ભારતીય રૂપિયાની સરખામણીમાં ઈન્ડોનેશિયન ચલણનું મૂલ્ય ઘણું ઓછું છે. 1 ભારતીય રૂપિયો 183.26 ઇન્ડોનેશિયન રૂપિયા બરાબર છે. સાથે જ વિયેતનામમાં ભારતીય ઍક રૂપિયો 287.68 વિયેતનામી ડોંગ બરાબર છે. અત્રે નોંધવું રહ્યું કે આંતર રાષ્ટ્રીય સ્તરે ભારતીય ચલણ એવા રૂપિયાની પરિસ્થિતી દિન પ્રતિદિન મજબુત થતી જાય છે. વિશ્વના દેશોમાં મંદીનો પ્રભાવ જણાઈ રહયો છે ત્યારે ભારતની આર્થિક પરિસ્થિતી અન્ય દેશો કરતા મજબુત છે. તે સાથેજ વિશ્વના ઘણા દેશો સાથે રૂપિયામાં વેપાર પણ વધી રહયો છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધના કારણે વિશ્વના દેશોની આર્થિક પરિસ્થિતી દિન પ્રતિદિન કથળતી જાય છે.