- એસબીઆઇની અરજીને પગલે સીબીઆઇની કાર્યવાહી
- મહારાષ્ટ્રના જલગાંવની ત્રણ જ્વેલરી કંપનીઓ વિરુદ્ધ સીબીઆઇએ ત્રણ અલગ અલગ એફઆઇઆર દાખલ કરી
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)માં ૩૫૨ કરોડ રૃપિયાથી વધુની કથિત લોન છેતરપિંડી કેસમાં સીબીઆઇએ કાર્યવાહી કરી છે. સીબીઆઇએ મહારાષ્ટ્રના જલગાંવની ત્રણ જવેલરી કંપનીઓની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. લોન છેતરપિંડીના કેસમાં ત્રણ અલગ અલગ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. એફઆઇઆરમાં રાજમલ લખીચંદ જવેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, આરએલ ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ અને મનરાજ જવેલર્સ પ્રાઇવેટ લિમિટેડ સહિત તેમના પ્રમોટરો-ડાયરેક્ટરો અને ગરેંટરો ઇશ્વરલાલ શંકરલાલ જૈન લાલવાની, મનીષ ઇશ્વરલાલ જૈન લાલવાની, પુષ્પાદેવી ઇશ્વરલાલ જૈન લાલવાની અને નીતિકા મનીષ જૈન લાલવાનીને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.
બેંકે આરોપ મૂક્યો છે કે ફોરેન્સિક ઓડિટર્સના નિર્દેશ છતાં પ્રમોટરો દ્વારા કંપની રાજમલ લખીચંદની નાણાકીય માહિતી આપવામાં આવી ન હતી. બેંકની પાસ આરોપી કંપનીઓએ બેંકને જાણ કર્યા વગર સ્થિર મિલકતો વેચી દીધી હતી.
એસબીઆઇએ સીબીઆઇને કરેલ ફરિયાદ અનુસાર રાજમલ લખીચંદ જવેલર્સે ૨૦૬.૭૩ કરોડ રૃપિયા, આરએલ ગોલ્ડે ૬૯.૧૯ કરોડ રૃપિયા અને મનરાજ જવેલર્સે ૭૬.૫૭ કરોડ રૃપિયાનું નુકસાન બેંકને કરાવ્યું છે.
ત્રણેય કંપનીઓએ તેમની સહાયક કંપની રાજમલ લખીચંદ સાથે કર્યા હતાં. આ એફઆઇઆરમાં ત્રણ નામ રાજમલ લખીચંદ જવેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, આરએલ ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ અને મનરાજ જવેલર્સ પ્રાઇવેટ લિમિટેડના નામનો પણ ઉલ્લેખ છે.
ત્રણેય કંપનીઓએ નાણાકીય વર્ષ ૨૦૧૦-૧૧ થી ૨૦૧૭-૧૮ દરમિયાન ભાગીદારી કંપની રાજમલ લખીચંદને ૧૦,૧૮૭ કરોડ રૃપિયાનો માલ વેચ્યો હતો અને ૯૯૨૫ કરોડ રૃપિયાનો માલ ખરીદ્યો હતો.