Published By:-Bhavika Sasiya
- દિલ્હીની પોલીસે ઍક ઇસમની કરેલ અટકાયત..
- દિલ્હીની પોલીસે ઍક ઇસમની કરેલ અટકાયત..
દેશમાં ધર્માંતરણ અંગેનાં વિવિઘ પ્રકરણો સામે આવી રહ્યાં છે. ત્યારે દિલ્હીના તુર્કમાન ગેટ સ્થિત રેન બસેરા માં ચાલતા ધર્માંતરણ અંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા એ દિલ્હી પોલીસ વડાને રેન બસેરામાં ચાલતા ધર્માંતરણની કાયૅવાહી અંગે પુરાવા સાથે રજુઆત કરતા પોલીસે મુખ્ય આરોપી મોહમ્મદ કલીમની તપાસનો આરંભ કરવામાં આવ્યો છે. વ્હોટ્સ એપ દ્વારા બ્રેઈન વોશ કરી ધર્માંતરણ કરાવવાના કિસ્સા પણ સામે આવ્યા છે. જેમા ઍક વ્યક્તિનું નામ સંજીવ થી બદલી અબ્બાસ રાખવામાં આવ્યું હતું. જોકે પોલીસ હજી આ તપાસની વધુ તપાસ કરી રહી છે.
સૌથી વધુ ચોંકાવનારી વિગતો સામે આવી રહીં છે તે પ્રમાણે મોબાઈલ પર ગેમ રમતા બાળકો સાથે હિન્દુઓના ફેંક આઈડી બનાવી સંપર્ક કરાતો હતો. અને જ્યારે પણ બાળક ગેમ હારતો હોય ત્યારે તેને ચોક્કસ ધાર્મિક ગ્રંથો વાચવાનું સુચન કરવામાં આવતુ હતુ કે જેથી ગેઇમ જીતી શકાય… આવી રીતે પણ બ્રેઈન વોશિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે.