Published By : Parul Patel
રેફ્રીજરેટર અને અન્ય ઉપકરણોના વેચાણ વધારા માટે કંપનીઓ દ્વારા ગ્રાહકોને લોભામણી લાલચ આપવામાં આવે છે તેમજ વેચાણ બાદ પણ સેવા આપવા ખાત્રી આપવામાં આવે છે, ત્યારે ગ્રાહકોને આપવામાં આવતી આવી ખાત્રીઓ અને વચનો ખોટા સાબીત થતા ગ્રાહકે વકીલ દ્વારા રેફ્રીજરેટરનું વેચાણ કરનારા સામે નોટીસ પાઠવી છે.
આ અંગે વિગતે જોતા સંજય પી. સોની એડવોકેટે તા 15 જૂનના રોજ નોટીસ પાઠવી હતી. નોટીસમાં જણાવ્યાં મુજબ જયેશકુમાર નામદેવભાઈ ગોહીલ રહે. વસંત મિલની ચાલ, ભરૂચ. તા.25/10/19 ના રોજ એલ જી ફ્રીઝ રોકડેથી ખરીધ્યુ હતું. પરંતું કૂલિંગ બરાબર ન હોવાથી ફરીયાદ નોંધાવતા એક માણસ ગ્રાહકના ઘરે આવી રીપેર કરી ગયો હતો.

જોકે તે અંગે જરૂરી સર્વિસ ચાર્જ અને અન્ય ખર્ચાઓ ગ્રાહક દ્વારા આપવામા આવ્યા હતા. પરંતું સંતોષ કારક રીપેરીંગ ન થતા શો રૂમ ખાતે પણ બેથી ત્રણ વાર રીપેર કરાવેલ તેમ છતાં ફ્રીજ સંતોષકારક કૂલિંગ ન આપતા એડવોકેટ સંજય પી સોની દ્વારા એજ મોડલનું અને રંગનું નવું ફ્રીઝ દિન સાતમા બદલી આપવા શ્રી ક્રિષ્ના ઇલેક્ટ્રોનિક્સ સામ્રાજ્ય કોમ્પલેક્ષ ઝાડેશ્વર રોડ ભરૂચ. અને એલ. જી. ઈશા એન્ટરપ્રાઇઝસ શેરપુરા ને નોટીસ પાઠવેલ છે.