- કન્ફર્મ તત્કાલ ટિકિટો રદ કરવા પર કોઈ રિફંડ મળતું નથી.
- નવા નિયમ મુજબ એક મહિનામાં એક IRCTC યુઝર આઈડી વડે 24 ટિકિટ બુક કરી શકો છો
ભારતીય રેલ્વે હજુ પણ પરિવહનનું સૌથી સસ્તું અને સલામત માધ્યમ ગણાય છે. આજે દરરોજ લગભગ 2.5 કરોડ લોકો રેલ્વે દ્વારા મુસાફરી કરે છે. અને લાંબા અંતરની મુસાફરી માટે લોકોની રેલવેની પ્રથમ પસંદગી કરે છે. પરંતુ આ બધા વચ્ચે આપણે અમુક નવા નિયમો પણ જાણવા જરૂરી છે. તત્કાલ દ્વારા કન્ફર્મ ઈ-ટિકિટનું બુકિંગ એક મિશનથી ઓછું નથી. અને આ ઉપરાંત, તત્કાલ ટિકિટનો ચાર્જ દરેક મુસાફરીમાં સામાન્ય ટિકિટ કરતાં વધારે હોય છે.
IRCTC દ્વારા તત્કાલ ઈ-ટિકિટ બુક કરવા માટે અમુક નિયમો છે.
એક IRCTC યુજર આઈડી ID થી તમે ઇચ્છો તેટલા લોકો માટે ટિકિટ બુક કરી શકતા નથી. IRCTCના નિયમો મુજબ તત્કાલ ઈ-ટિકિટ PNR દીઠ વધુમાં વધુ 4 મુસાફરો માટે ટિકિટ બુક કરાવી શકાય છે એટલે કે તમે એક PNR પર 4 લોકો માટે ટિકિટ લઈ શકો છો.
કન્ફર્મ તત્કાલ ટિકિટ કેન્શલ કરવા પર કોઈ રિફંડ મળતું નથી.
ભારતીય રેલ્વેની મુસાફરીમાં કયારેક અરજન્ટમાં તત્કાલ ટિકિટ લેવી પડતી હોય છે. કન્ફર્મ તત્કાલ ટિકિટો રદ કરવા પર કોઈ રિફંડ મળતું નથી. અને જ્યારે વેઇટિંગ લિસ્ટ તત્કાલ ટિકિટ રદ થવાના કિસ્સામાં વર્તમાન રેલવે નિયમો અનુસાર ચાર્જ કાપવામાં આવે છે.
નવા નિયમ મુજબ એક મહિનામાં એક IRCTC યુઝર આઈડી વડે 24 ટિકિટ બુક કરી શકો છો
મુસાફરોની સુવિધા માટે રેલવેએ ઓનલાઈન ટિકિટ બુક કરવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. એટલે હવે તમે આધાર લિંક કર્યા વિના એક IRCTC યુઝર આઈડી વડે મહિનામાં વધુમાં વધુ 12 ટ્રેન ટિકિટ બુક કરી શકો છો. અને તે જ પ્રમાણે જો આધાર લિંક્ડ યુઝર આઈડી દ્વારા વધુમાં વધુ 24 ટિકિટ બુક કરી શકાય છે.