Publiced By:-Bhavika Sasiya
ભારતના આ રેલવે સ્ટેશન પર લોકો ટિકિટ તો ખરીદે છે, પરંતુ મુસાફરી નથી કરતા…. સામાન્ય રીતે એવુ હોય છે કે જે રેલવે સ્ટેશનથી મુસાફર ટિકીટ લે તેજ સ્ટેશનથી મુસાફરી શરૂ કરે છે પરંતું ઉત્તર પ્રદેશનુ ઍક ઍવુ રેલવે સ્ટેશન છે જ્યાંથી ટિકીટ લેવાય છે પરંતું મુસાફરો મુસાફરી કરતા નથી . મળતી માહીતી મુજબ ગામનું નામ ઉજળું રહે તેથી અને રેલવે સ્ટેશન બંધ ન થાય તે માટે લોકો ટિકીટ લે છે પરંતું મુસાફરી કરતા નથી.
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં આવેલા આ રેલવે સ્ટેશનનું નામ દયાલપુર રેલવે સ્ટેશન છે, જ્યાં લોકો ટિકિટ ખરીદે છે, પરંતું મુસાફરી કરતા નથી.
આ રેલવે સ્ટેશન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં આવેલું છે. આ રેલવે સ્ટેશનનું નામ દયાલપુર છે.
તેને બનાવવામાં સૌથી મોટો ફાળો ભારતના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનો હતો. દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ 1954માં તત્કાલિન રેલવે મંત્રી લાલબહાદુર શાસ્ત્રી પાસે દયાલપુરમાં રેલવે સ્ટેશન બનાવવાની માંગ કરી હતી. આ રેલવે સ્ટેશનના નિર્માણ પછી લગભગ 50 વર્ષ સુધી બધું બરાબર ચાલ્યું. આવી સ્થિતિમાં ગામના લોકો માટે રેલવે દ્વારા મુસાફરી કરવી સરળ બની ગઈ હતી.
પરંતું આ રેલવે સ્ટેશનને વર્ષ 2006માં બંધ કરી દેવામાં આવ્યું હતું. આ રેલવે સ્ટેશન પરથી ઓછી ટિકિટ લેવામાં આવતી હોવાથી તેને બંધ કરી દેવામાં આવ્યું હતું. રેલવેને નુકસાન થતું હોવાથી બંધ કરાયું હતું. ઘણા પ્રયત્નો પછી આ રેલવે સ્ટેશન 2020માં ફરી શરૂ કરવામાં આવ્યું હતું. જે બાદ હવે અહીંના સામાન્ય લોકો તેમની ક્ષમતા અનુસાર ટિકિટ ખરીદે છે, પરંતુ તેઓ ટ્રેનમાં મુસાફરી કરતા નથી. જેથી આ રેલવે સ્ટેશન ફરીથી બંધ ન થાય.