એમયુટીપી પ્રકલ્પની 238 એસી લોકલની બોડી એલ્યુમિનિયમની બનશે. ભારતીય રેલવેની પહેલી એસી લોકલને મુંબઈમાં સફળતા મળી રહી છે. ત્યારે એસી લોકલ દ્વારા પર્યાવરણનું સંરક્ષણ અને વીજબચત કરવાની દિશામાં મુંબઈ રેલવે વિકાસ મહામંડળે પગલાં ભરવાનું શરૂ કર્યું છે. એમયુટીપી પ્રકલ્પમાં 238 એસી લોકલને બોડી એલ્યુમિનિયમથી બનાવવાનો નિર્ણય રેલવેએ લીધો છે. આ બાબતનો પ્રસ્તાવ એમઆરવીસીએ રેલવે મંડળને મંજૂરી માટે મોકલ્યો છે. એના લીધે ટ્રેનનું વજન ઓછું થશે અને લગભગ 8 ટન કાર્બન ઉત્સર્જન ઓછું થશે. તેથી હવે એસી લોકલ પર્યાવરણપૂરક બનશે. એમ રેલ્વે તંત્ર દ્વારા જણાવાયુ છે