Published by : Rana Kajal
- નર્મદામાં આવતા ઘોડાપુર હવે નહિ તારાજી સર્જે, ભરૂચમાં પુર પેહલા જ એલર્ટની સિસ્ટમ લાગુ
- જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચની અનોખી e-REWA સીએસઆર પહેલ
- Early Flood Warning System થકી આગળથી જ બચાવ અને રાહતની કામગીરી હાથ ધરી શકાશે
ભરૂચમાં હવે નર્મદા નદીમાં પુર આવતા પેહલા જ મળશે એલર્ટ અને વાગશે 5 સ્થળોએ સાયરન….
દર વર્ષ વરસાદની સિઝનમાં ભરૂચ શહેર અને નર્મદાના કાંઠાં વિસ્તારમાં પૂરની સમસ્યા સર્જાઈ છે. આવનારી આપત્તિ સામે માનવબળ વામળું સાબિત થાય છે પણ હવે ભરૂચ વહીવટીતંત્ર અનોખી સીએસઆર પહેલના ભાગરૂપે e-REWA નું લોન્ચિંગ કર્યું છે. જે નજીકના ભવિષ્યમાં થનારી હોનારત સામે ઝઝૂમવા આગોતરી જાણ કરી રાહત અને બચાવની કામગીરીમાં સરળતા પ્રદાન કરશે.

જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ભરૂચ વહીવટીતંત્રની નવીન સીએસઆર પહેલના ભાગરૂપે “e-REWA” નું સત્તાવાર રીતે શુભારંભ કરવામાં આવ્યો હતો. બેઠકમાં જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ઇ-રેવા એપ્લિકેશનની વિસ્તૃત માહિતી આપી હતી. ફલ્ડ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એપ્લિકેશન, Early Warning System એપ અંતર્ગત સમગ્ર જિલ્લાના પુર, ભારે વરસાદ જેવી આપત્તીઓથી અસરગ્રસ્ત વિસ્તારોને એક જ પ્લેટફોર્મ ઉપર આવરી લેવામાં આવશે.

e-REWA” – સીએસઆર પહેલ જિલ્લા વહીવટી તંત્ર, ભરુચના માર્ગદર્શન હેઠળ તથા શ્રી કેમો ફાર્મા અંકલેશ્વર પ્રા. લિ. અંકલેશ્વરના સીએસઆર અનુદાનથી તેમજ રિસ્પોન્સીટી સીસ્ટમ પ્રા. લિ. ના ટેકનિકલ સહયોગ થકી શરૂ કરી છે. જેના થકી પૂરથી આવનારી આપત્તિ સામે પહેલેથી જ રાહત અને બચાવની કામગીરી કરી શકાશે.

ભરૂચમાં નર્મદા નદીમાં પુરની સ્થિતિમાં છેલ્લે 70 અને 80 ના દશકમાં વિક્ટોરિયા ટાવર ઉપર લગાવેલી લાલ લાઈટ સાથે સાયરન ગુંજી ઉઠતાં હતા જે જવે પાંચ દશક પછી ફ્લડના આગોતરા એલર્ટ માટે ગોલ્ડનબ્રિજ સહિત 5 સ્થળે સાયરન ગુંજશે.