- ગાંધી જયંતીના દિવસે સ્વચ્છતા તેમજ પર્યાવરણને બચાવવાના પોસ્ટર લઇ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા
હાલમાં નવરાત્રી પર્વ તેના અંતિમ ચરણમાં છે ત્યારે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ગાંધી જયંતીના દિવસે લોકોને સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધી જયંતીના દિવસે આ ગરબા મહોત્સવમાં રોટરીના સભ્યો તથા ખેલૈયાઓએ થીમ બેઝ ગરબા કર્યા હતા. તેઓ સ્વચ્છતાના આગ્રહી એવા ગાંધીજીને યાદ કરી સ્વચ્છતા જાળવવા અંગેના પોસ્ટર સાથે ગરબે ઘૂમ્યા હતા. સાથે સાથે જ પર્યાવરણની જાળવણી માટે પણ તેઓએ લોકોને અપીલ કરતા પોસ્ટર રજુ કર્યા હતા. એક તરફ માતાજીની આરાધના અને બીજી તરફ આપણી આસપાસનું વાતવરણ સુંદર રહે તે માટે આગ્રહ કરવામાં આવ્યો હતો. ગરબામાં ખેલૈયાઓએ પણ જોડાઈ લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો હતો.