Published by : Anu Shukla
મધ્ય પ્રદેશના છિંદવાડામાં એક યુવકે પોતાના લગ્ન માટે યુવતી શોધવા અનોખી રીતે હાથમાં પોસ્ટર લઈને અપીલ કરી છે. યુવકે હાથમાં લીધેલા પોસ્ટરમાં લખ્યુ છે કે ‘લગ્ન માટે સરકારી નોકરી હોય તેવી યુવતી જોઈએ છે, દહેજ હુ આપી દઈશ’
છિંદવાડાના માર્કેટમાં એક યુવકે અનોખા અંદાજમાં પોતાના લગ્નની અપીલ કરી. જેમાં એક યુવક પોતાના હાથમાં પોસ્ટર પકડીને ઊભો છે. આ પોસ્ટરમાં લખેલુ છે, લગ્ન માટે સરકારી નોકરી વાળી યુવતી જોઈએ દહેજ હુ આપી દઈશ. યુવકે ખૂબ જ રમૂજી અંદાજમાં આ અપીલ કરી. જોકે તેને પોતાની ભાવિ પત્નીમાં એક જ ગુણ જોઈએ, તે છે સરકારી નોકરી. આ પોસ્ટર લોકોમાં સરકારી નોકરી પ્રત્યેની દિવાનગીને દર્શાવી રહ્યુ છે. અમુક યુવતીઓ તે પોસ્ટર સામે જુએ છે અને પછી આગળ વધી જાય છે.
તે મધ્ય પ્રદેશના છિંદવાડાના ફુવારા ચોકનો છે. ત્યાં આ યુવક પોસ્ટર લઈને ઊભો હતો. તે બૂમો પાડીને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો હતો. હાથમાં પોસ્ટર લઈને તે અમુક સમય સુધી ત્યાં ઊભો રહ્યો. બાદમાં જતો રહ્યો.